Pan Card Fraud : તમારી જાણ બહાર થઈ શકે છે પાન કાર્ડનો ઉપયોગ, આવી રીતે જાણો
આજકાલ ઓનલાઈન ફ્રોડની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આ સ્થિતીમાં તમારી સાથે તમારા પાનકાર્ડનો ખોટો ઉપયોગ કરીને ફ્રોડ થઈ શકે છે.
પાન કાર્ડનો ઘણો દુરુપયોગ થઈ રહ્યો છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે જેના પાનકાર્ડનો ઉપયોગ ખોટી રીતે થઈ રહ્યો છે તેને તેની જાણ નથી હોતી. પાન કાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે અને બેંકિંગ સેવાઓ માટે ખુબ જરૂરી છે.

જો તમારી પાસે PAN કાર્ડ નથી તો તમે બેંક ખાતામાં મર્યાદિત રકમથી વધુ કોઈને મોકલી કે લઈ શકતા નથી. આ સિવાય જો તમારી પાસે PAN નથી તો તમારા માટે આ દિવસોમાં લોન મેળવવી મુશ્કેલ બની જાય છે.
કોઈપણ ઓનલાઈન એપ અથવા ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરવા કે પૈસાની લેવડદેવડ થાય ત્યાં પાન કાર્ડ આવશ્યક દસ્તાવેજ બની જાય છે. આ તમારા કામને સરળ બનાવે છે. જો કે આજકાલ સ્કેમર્સ તમારા પાન કાર્ડનો દુરુપયોગ કરે છે અને તમને ખબર પણ નથી પડતી.
ઘણી વખત લોકોના પાન કાર્ડ પર છેતરપિંડી કરીને લોન લેવામાં આવે છે અને તેમને તેની જાણ પણ હોતી નથી. આથી તમારે તમારા પાન કાર્ડનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જણાવી દઈએ કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ખુદ ગ્રાહકોને જાગૃત કરવા માટે અનેક પ્રકારની માહિતી આપતું રહે છે. આવકવેરા વિભાગ અનુસાર, તમે તમારા પાન કાર્ડની હિસ્ટ્રી ચેક કરી શકો છો. આ તમને તમારા પાન કાર્ડનો ક્યાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની માહિતી આપશે.
જો કે PAN કાર્ડની હિસ્ટ્રી તપાસવી એ દરેક માટે એટલું સરળ નથી. સામાન્ય રીતે લોકો તેમના પાન કાર્ડનો ઉપયોગ કેવી રીતે તપાસવો તે જાણતા નથી. તેથી આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
તમે તમારા પાન કાર્ડ પર થઈ રહેલી પ્રવૃત્તિને સરળતાથી ચકાસી શકો.
- આ માટે તમારે સૌથી પહેલા CIBILની વેબસાઈટ પર જવું પડશે.
- https://www.cibil.com વેબસાઇટની મુલાકાત લો.
- આ પછી તમારે તમારો CIBIL સ્કોર જાણવા Get CIBIL નો વિકલ્પ પસંદ કરો.
- આ સ્ટેપ પછી તમારે ફોન નંબર, ઈમેલ જેવી તમામ વિગતો ભરવાની રહેશે.
- પછી તમારે લોગિન આઈડી અને પાસવર્ડ બનાવવાનો રહેશે અને ઈન્કમ ટેક્સ આઈડી પસંદ કરવો પડશે.
- ID પસંદ કર્યા પછી, તમારે તમારો PAN કાર્ડ નંબર દાખલ કરીને તમારી ઓળખની ચકાસણી કરવી પડશે.
- આ માટે તમારે વેરીફાઈ યોર આઈડેન્ટીટીના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જેથી તમારી ઓળખ થઈ શકે. પછી તમે તમારા CIBIL સ્કોર વિશે જાણી શકો છો.
તમારા પાન કાર્ડની હિસ્ટ્રીમાં જઈને તમે જોઈ શકશો કે પાન કાર્ડનો ઉપયોગ કરીને કેટલી વખત લોન લેવામાં આવી છે. જો તમે એવી લોન જુઓ કે જે તમે લીધી નથી પરંતુ તે હજુ પણ દેખાઈ રહી છે, તો તમે તેને ટ્રેક કરી શકો છો. જો કોઈએ તમારા પાન કાર્ડ પર ખોટી રીતે લોન લીધી હોય તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો.
તમે આવકવેરા વિભાગની વેબસાઇટ પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ વેબસાઈટ https://incometax.intelenetglobal.com/pan/pan.asp છે, જ્યાં તમારે જઈને તમારી બધી માહિતી આપવી પડશે અને પાન કાર્ડ પર ખોટી રીતે લીધેલી લોન સામે ફરિયાદ કરવી પડશે. અહીં તમારે તમારી ફરિયાદ નોંધાવવાની રહેશે. આ પછી તમે તેના પર થઈ રહેલી કાર્યવાહીને પણ ટ્રેક કરી શકો છો.












Click it and Unblock the Notifications
