Lockdown: જાણો મંગળવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે
Lockdown: જાણો મંગળવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે
નવી દિલ્હીઃ આજે મંગળવારે એટલે કે 19 મે 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલ બંનેના રેટમાં વધારો થયો છે. આજે પેટ્રોલના રેટ 1.67 રૂપિયા પ્રતિ લીટર વધીને 71.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. જ્યારે ડીઝલના રેટ પણ 7.10 રૂપિયા પ્રતિ લીટરે વધીને 69.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. દેશમાં જ્યારથી લૉકડાઉન શરૂ થયું છે પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રેટમાં આજે બદલાવ કરાય છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિય ઑઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલ રેટમાં સંશોધન કરે છે અને બહાર પાડે છે.

જાણો પેટ્રોલ અને ડીઝલના રેટ
- દિલ્હીમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 71.26 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલ 69.39 રૂપિયા પ્રતિ લીટર પર છે.
- કોલકાતામાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 73.30 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 65.62 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઈમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 76.31 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલ 66.21 રૂપિાય પ્રતિ લીટર છે.
- ચેન્નઈમાં પેટ્રોલ 75.54 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 68.22 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

આ આધારે કિંમત નક્કી થાય છે
વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અે ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરે છે.

પેટ્રોલ- ડીઝલ પર કેટલો ટેક્સ
રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર તમે જે કિંમત ચૂવો છો તેમાંથી 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
