Fuel Rates: જુલાઈમાં 9 વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો તમારા શહેરના રેટ
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર થાય છે. જાણો આજના રેટ.
નવી દિલ્લીઃ આજે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે શનિવારે પેટ્રોલ 26-34 પૈસા મોંઘુ થયુ હતુ. જો કે ડીઝલના ભાવ સ્થિર છે. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર થાય છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 101.84 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 102.49 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 102.08 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.25 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.40 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 104.73 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.71 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.83 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.45 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.39 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.02 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.09 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 95.26 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.51 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 99.02 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.96 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

જુલાઈ મહિનામાં અત્યાર સુધી 9 વાર વધ્યા ભાવ
ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મેથી અત્યાર સુધી 40 વાર પેટ્રોલ અને 38 વાર ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જ્યારે જુલાઈ મહિનામાં અત્યાર સુધી 9 વાર પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ 5 વાર વધ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યુ છે.












Click it and Unblock the Notifications
