રવિવારે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજના રેટ
રવિવારે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજના રેટ
શનિવારે રાહત આપ્યા બાદ આજે ઓઈલ કંપનીઓએ ફરી સામાન્ય નાગરિકોને ઝાટકો આપ્યો છે. રવિવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે. આજે દેશ આખામાં પેટ્રોલના ભાવમાં 26-2 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 29-31 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો થયો છે. જણાવી દઈએ કે દરરોજ સવારે 6 વાગ્યે નવી કિંમતો જાહેર કરવામાં આવે છે. અગાઉ શુક્રવારે ઓઈલના ભાવ વધ્યા હતા.

જણાવી દઈએ કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી 20 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ચૂક્યા છે, જેમાં 16 વખત એકલા મે મહિનામાં જ વધ્યા હતા. સતત વધી રહેલા ભાવને કારણે પેટ્રોલ અત્યાર સુધી 4.71 રૂપિયા અને ડીઝલ 5.17 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે.
દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ 95.03 રૂપિયા, મુંબઈમાં 101.25 રૂપિયા, ચેન્નીમાં 96.47 રૂપિયા, કોલકાતામાં 95.02 રૂપિયા, બેંગ્લોરમાં 98.20 રૂપિયા, લખનઉમાં 92.29 રૂપિયા, પટનામાં 97.18 રૂપિયા અને ચંદીગઢમાં 91.40 રૂપિયા પ્રતિ લીટર છે.
જ્યારે ડીઝલના રેટની વાત કરીએ તો આજે દિલ્હીમાં 85.95 રૂપિયા, મુંબઈમાં 93.10 રૂપિયા, ચેન્નઈમાં 90.66 રૂપિયા, કોલકાતામાં 88.80 રૂપિયા, બેંગ્લોરમાં 91.12 રૂપિયા, પટનામાં 91.24 રૂપિયા અને લખનઉમાં 86.35 રૂપિયા પ્રતિ લીટર છે.












Click it and Unblock the Notifications
