કિંમતો ઘટાડવામાં સરકાર નિષ્ફળ, પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થયાં

કિંમતો ઘટાડવામાં સરકાર નિષ્ફળ, પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘા થયાં

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલમાં ફરી વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં 11 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ પેટ્રોલ 79.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 78.28 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે. અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે.

નવી દિલ્હીમાં પણ કિંમતો વધી

નવી દિલ્હીમાં પણ કિંમતો વધી

નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 12 પૈસાનો અને ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 82.48 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર મળી રહ્યું છે જ્યારે ડીઝલ 74.94 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. આની સાથે જ મુંબઈમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે અને અહીં પેટ્રોલ લગભગ 88 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે.

મુંબઈની કિંમતો

મુંબઈની કિંમતો

મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 12 પૈસાનો વધારો નોંધાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 29 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગ થયા બાદ પેટ્રોલ 87.94 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે જ્યારે ડીઝલ 78.51 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાય દિવસોથી રોજ સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી રહી છે, જેને કારણે સરકાર વિપક્ષ અને સામાન્ય નાગરિકોને ટાર્ગેટ બનાવી રહી છે. ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો.

ગુરુવારે પણ ભાવ વધ્યા હતા

ગુરુવારે પણ ભાવ વધ્યા હતા

ગુરુવારે પેટ્રોલની કિંમતોમાં 10 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો, જ્યારે ડીઝલના ભાવમાં 27 પૈસા પ્રતિ લીટરે વધારો થયો હતો. જે બાદ દિલ્હીમાં પેટ્રોલ 82.36 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 74.62 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું હતું. જ્યારે મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 9 પૈસા અને 29 પૈસાનો ભાવ વધારો થયો હતો. જે બાદ પેટ્રોલ 87.82 રૂપિયા અને ડીઝલ 78.22 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X