આજે ફરી ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
આજે ફરી ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
અમદાવાદઃ છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો છે જો કે અમદાવાદમાં કોઈ ફેરફાર થયો નથી, બુધવારે જે કિંમતો હતી તે જ કિંમતો છે પણ અમદાવાદ સિવાયના બાકી મહાનગરોમાં આ કિંમતો ઘટી છે. નવી દિલ્હીમાં આજે પેટ્રોલમાં 15 પૈસા અને ડીઝલમાં 5 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 81.10 રૂપિયા પ્રતિ લીટર અને મિંબઈમાં પેટ્રોલની કિંમત 86.58 રૂપિયા જ્યારે કોલકાતામાં આજે પેટ્રોલની કિંમતો 82.95 રૂપિયાની સપાટી પર પહોંચી છે.

આ ઉપરાંત પેટ્રોલની કિંમત ચેન્નઈમાં 84.28 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગઈ છે. ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં 74.80 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે જ્યારે કોલકાતામાં ડીઝલની કિંમતો 76.65 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. મુંબઈમાં ડીઝલની કિંમત 78.41 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત ચેન્નઈમાં ડીઝલ પ્રતિ લીટરે 79.09 રૂપિયાએ વેચાઈ રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલ ઘટાડાના કારણે ભારતમાં પણ ઓઈલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.
અગાઉ કાલે પણ પેટ્રોલના ભાવમાં 9 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમતો 81.25 રૂપિયા પ્રતિ લીટરે થઈ ગઈ હતી. જો કે ડીઝલના ભાવમાં આજે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ડીઝલની કિંમત 74.85 રૂપિયા પ્રતિ લીટર છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો હતો. મંગળવારે પેટ્રોલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટરે ઘટાડો થયો હતો, જ્યારે ડીઝલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરે ઘટાડો થયો હતો.
આ પણ વાંચો- સ્વામીઃ મારી સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવામાં લાગી, CBI પછી ED નો નંબર












Click it and Unblock the Notifications
