આજે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો શું છે ભાવ

આજે પણ ઘટી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો શું છે ભાવ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલ ઘટાડાને પગલે સામાન્ય નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 28 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 66.75 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.15 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા પ્રતિ લીટરદીઠ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 30 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 69.26 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 63.32 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ અને દિલ્હી જ નહિ બલકે મુંબઈ, ચેન્નઈ, કોલકાતા સહિતના મહાનગરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈકરોને પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં રાહત મળી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 32 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 74.89 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 66.25 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

દક્ષિણ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત જોવા મળી છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 31 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 32 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે ચેન્નઈમાં પેટ્રોલ 71.85 રૂપિયા પ્રતિ લીટર દીઠ જ્યારે ડીઝલ 66.84 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X