ફરી 73 રૂપિયાએ પહોંચી ગયો પેટ્રોલનો ભાવ, જાણો ડીઝલના રેટ
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના રેટમાં છેલ્લા 6 દિવસથી સતત ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, અમેરિકા-ઈરાક વચ્ચેના ઝઘડાને આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 5 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો જ્યારે ડીઝલની કિંમતમાં 12 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 73.03 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 71.98 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીમાં શું છે રેટ
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ આજે પેટ્રોલ 5 પૈસા પ્રતિ લીટરે અને ડીઝલ 11 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 75.74 રૂપિયા પ્રતિ લીટરે તો ડીઝલ 68.79 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. છેલ્લા 6 દિવસમાં દિલ્હીમાં પેટ્રોલમાં 60 પૈસા ભાવ વધારો નોંધાયો છે.

મુંબઈમાં રેટ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં આજે 5 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં 12 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ મુંબઈમાં 81.33 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ જ્યારે 72.14 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે. હજી પણ થોડા દિવસો ભાવ વધારો યથાવત રહે તેવી આશંકા સેવાઈ રહી છે.

કોલકાતામાં શું છે રેટ
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં આજે પેટ્રોલની કિંમતમાં 5 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલની કિંમતમાં 11 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ કોલકાતામાં આજે પેટ્રોલ 88.33 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 71.15 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
Nirbhaya Case: નિર્ભયાના ગુનેગારોને ફાંસીની તારીખી આજે નક્કી થઈ શકે