11મી જાન્યુઆરીએ પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં, જાણો આજની કિંમત

11મી જાન્યુઆરીએ પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં, જાણો આજની કિંમત

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થોડા દિવસોની રાહત બાદ ફરી ભાવ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 18 પૈસાનો ભાવ વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 29 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 66.58 રૂપિયા પ્રતિ લીટર પર જ્યારે ડીઝલ 65.63 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો ઝીંકાયો છે. જો દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુની રાજધાની ચેન્નઈની વાત કરીએ તો આજે ચેન્નઈમાં પેટ્રોલ 20 પૈસા મોંઘું થયું છે જ્યારે ડીઝલ 30 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલની કિંમતમાં 71.67 રૂપિયા પ્રતિ લીટર દીઠ જ્યારે ડીઝલ 66.31 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમત મોંઘી થઈ છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 19 પૈસાથી મોંઘુ થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 69.07 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 62.81 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈકરો માટે પણ આજે આઘાતજનક સમાચાર છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 19 પૈસાનો ભાવ વધારો થયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ભાવ વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 74.72 રૂપિયા પ્રતિ લીટર પર જ્યારે ડીઝલ 65.73 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X