આજે પણ મોંઘું થયું પેટ્રોલ, જાણો ડીઝલનો ભાવ
આજે પણ મોંઘું થયું પેટ્રોલ, જાણો ડીઝલનો ભાવ
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા 4 દિવસથી સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલ માંઘાં થયાં. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 27 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 30 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 67.87 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 67.37 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 38 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 29 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.41 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 64.47 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત
મુંબઈકરો માટે પણ બેડ ન્યૂઝ છે. મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયાં છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટર દીઠ 28 પૈસાથી વધી છે જ્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસા પ્રતિ લીટરે વધી છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 76.05 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 67.49 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડૂના પાટનગર ચેન્નઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થયાં છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 73.08 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.09 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
