પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો, જાણો આજની કિંમત

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ભાવ વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 24 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 26 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે.

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ભાવ વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 24 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 26 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ 69.88 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.92 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભારે ભાવ વધારો નોંધાયો છે. દિલ્હીમાં 18મી સપ્ટેમ્બરે પેટ્રોલની કિંમતમાં 25 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 24 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 72.42 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.82 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત

કોલકાતામાં પેટ્રોલની કિંમત

માત્ર દિલ્હી અને અમદાવાદ જ નહિ બલકે ચારેય મેગા સિટીમાં આજે પેટ્રોલ અને ડીઝલે નાગરિકોના ખિસ્સા પર ભારણ આપ્યું છે. કોલકાતામાં પણ આજે પેટ્રોલમાં 25 પૈસાનો જ્યારે ડીઝલમાં 24 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે કોલકાતામાં પેટ્રલ 75.14 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.23 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 78.10 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.04 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: સસ્તા એલપીજી ગેસ સિલિન્ડર કેવી રીતે મેળવવા, અહીં જાણો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X