પેટ્રોલ અને ડીઝલમાં 1લી માર્ચે પણ ભાવ વધારો નોંધાયો
પેટ્રોલ અને ડીઝલમાં 1લી માર્ચે પણ ભાવ વધારો નોંધાયો
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા બે અઠવાડિયાથી સતત ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, જેને પગલે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ફરી ભાર વધી રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.08 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલની કિંમતમાં0.13 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 69.23 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.16 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
ચેન્નઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.09 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલની કિંમતમાં 13 પૈસા પ્રતિ લીટર દીઠ ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 74.57 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.93 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.08 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 12 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 71.81 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 67.12 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરો માટે પણ ખરાબ સમાચાર છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. મુંબઈમાં આજે પેટ્રોલ 0.08 પૈસા મોંઘું થયું છે જ્યારે ડીઝલ 13 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 77.44 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.31 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
