22મી જાન્યુઆરીએ પણ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

22મી જાન્યુઆરીએ પણ વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા 1 અઠવાડિયાથી ફરી ભાવ વધારાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 22મી જાન્યુઆરીએ અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 12 પૈસાનો વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં પેટ્રોલ 68.70 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 68.87 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો અહીં પણ આજે પેટ્રોલ-ડીઝલ મોંઘા થયાં છે. મુંબઈમાં આજે પેટ્રોલ 13 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે જ્યારે ડીઝલ 20 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 76.90 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.01 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

જો દેશની રાજધાની નવી દિલ્હીની વાત કરીએ તો આજે દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થયાં છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 13 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 19 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 71.27 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે અને ડીઝલ 65.90 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

જ્યારે દક્ષિણના રાજ્ય તમિલનાડુના પાટનગર ચેન્નઈની વાત કરીએ તો ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 21 પૈસાનો ઉછાળો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે ચેન્નઈમાં પેટ્રોલ 73.99 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.62 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X