For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ પહેલા સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

બજેટ પહેલા સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, આજની કિંમત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લીટરે ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલના ભાવમાં 10 પૈસા પ્રતિ લીટરે ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 70.94 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલના ભાવ 65.71 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. અગાઉ ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 71.09 રૂપિયા પ્રતિ લીટર હતો અને ડીઝલના ભાવ 65.81 રૂપિયા પ્રતિ લીટર હતો.

petrol

જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમતની વાત કરીએ તો અહીં પેટ્રોલ 76.57 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલના ભાવ 68.81 રૂપિયા પ્રતિ લીટર છે. જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થાય છે. પાછલા કેટલાક દિવસોની વાત કરીએ તો સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધ-ઘટ થઈ રહી છે.

બીજી બાજુ સતત ત્રીજા મહિને એલપીજીના ભાવમાં ઘટાડો ઘટાડો જોવા મળ્યો છે. આજથી સબ્સિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 1.46 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ સબ્સિડી વાળા સિલિન્ડર 1493.53 રૂપિયામાં મળશે. સબસિડી વાળા સિલિન્ડર 1493.53 રૂપિયામાં મળશે. સબસિડી વિનાના સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયા પ્રતિ સિલિન્ડરની કિંમત છે. નવી કિંમતો લાગુ થયા બાદ સબસિડી વિનાના ગેસ સિલિન્ડર 659 ૂપિયામાં મળશે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે.

જણાવી દઈએ કે મોદી સરકાર આજે પોતાનું વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટ વચગાળાનું બજેટ હશે, જેમાં સરકાર કેટલીય મોટી જાહેરાતો કરી શકે છે. આજે રજૂ થનાર બજેટ પર સૌકોઈની નજર છે. જોવાનું એ રહેશે કે કેટલાક દિવસ બાદ થના લોકસભા ચૂંટણી પહેલા સરકાર બજેટ દ્વારા કઈ રીતે મતદાતાઓને લોભાવવાની કોશિશ કરે છે.

આ પણ વાંચો- SBI ની ભૂલથી લાખો ખાતાધારકોની માહિતી લીક થઈ

English summary
Petrol diesel prices decreased ahead of union budget 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X