For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ની ભૂલથી લાખો ખાતાધારકોની માહિતી લીક થઈ

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની એક મોટી નિષ્કાળજી સામે આવી છે. જેના કારણે લાખો ખાતા ધારકોની વ્યક્તિગત માહિતી લીક થયાની ખબર છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની એક મોટી નિષ્કાળજી સામે આવી છે. જેના કારણે લાખો ખાતા ધારકોની વ્યક્તિગત માહિતી લીક થયાની ખબર છે.

state bank of india

જી હા, જો તમે એસબીઆઈના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. એક રિપોર્ટ મુજબ એસબીઆઈની એક ભૂલને લીધે, લાખો ખાતાધારકોની માહિતી પર મુશ્કેલી આવી ગઈ છે. એવું કહેવામાં આવે છે કે આ સર્વરમાં બેંક એકાઉન્ટ્સ વિશેની માહિતી ઉપરાંત, એકાઉન્ટમાં રહેલા બેલેન્સને સંબંધિત ખૂબ સંવેદનશીલ માહિતી પણ હતી.

જો કે, તમને એ વાતથી અવગત કરાવીએ કે હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે આ ડેટા લીક થઈ ગયો છે કે નહીં. હજુ સુધીમાં બેંક તરફથી કોઈ સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નથી.

આ પણ વાંચો: ATM ફ્રૉડની નવી પદ્ધતિ, Aadhaar ની મદદથી ખાલી કરવામાં આવી રહ્યું છે તમારું ખાતું

SBI એ સર્વરને સુરક્ષિત રાખવા માટે પાસવર્ડ રાખ્યો નથી

Techcrunch ના એક અહેવાલ મુજબ, એક સંશોધનકારે આ વિશે જાણ કરી હતી. તે પછી તેણે વિગતવાર તેના વિશે જાણવાની કોશિશ કરી. સંશોધકએ જણાવ્યું હતું કે SBI તરફથી કોઈ પાસવર્ડ નથી મુકવામાં આવ્યો સર્વર સુરક્ષિત કરવા માટે, આવામાં કોઇ પણ વ્યક્તિગત ડેટા એક્સેસ કરી શકે છે. જો કે, હજુ તે સ્પષ્ટ નથી કે આ સર્વર ક્યાં સુધી કોઈ પાસવર્ડ વિના ખુલ્લું રહ્યું છે.

જ્યારે Techcrunch એ સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) સાથે આ બાબત પર પ્રશ્ન કર્યો ત્યારે, બેંકે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો: જો 31 માર્ચ સુધી નહીં કર્યું આ કામ તો, રદ્દી થઇ જશે તમારું PAN કાર્ડ

બેંક દ્વારા 30 લાખ મેસેજ મોકલવામાં આવ્યા

Techcrunch ની રિપોર્ટ અનુસાર, SBIના સર્વરનો આ ભાગ SBI Quick હતો જેના દ્વારા કોઈપણ ખાતાધારકને બેંકની વતી કૉલ અથવા મેસેજ કરી શકાય છે. બેંકની વેબસાઇટ પર પણ તે વાતની જાણ કરવામાં આવી છે કે આ સિસ્ટમ દ્વારા તમે તમારા ફોન પર તમારા એકાઉન્ટથી સંબંધિત બધી માહિતી મેળવી શકો છો.

રિપોર્ટમાં તે ખુલાસો કરવામાં આવ્યો છે કે જે સમયે તે અસુરક્ષિત હતું, ત્યારે તેઓએ જોયું કે ત્યાંથી બધા એકાઉન્ટ ધારકોને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. સોમવારે જ બેન્ક તરફથી લગભગ 30 લાખ મેસેજ મોકલવામાં આવ્યા હતા.

નોંધનીય મુદ્દો એ છે કે દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ પાસે કરોડો લોકોનાં બેંક ખાતાઓ છે. આવામાં આ પ્રકારની વાતો સામે આવી રહી છે. જણાવી દઈએ કે આ પહેલા ઘણી વાર આધાર કાર્ડની સુરક્ષા વિશે ઘણા પ્રશ્નો ઉભા થઇ ચુક્યા છે.

English summary
SBI Leaks Bank Balance And Other Details Of Millions Of Customers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X