For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM ફ્રૉડની નવી પદ્ધતિ, Aadhaar ની મદદથી ખાલી કરવામાં આવી રહ્યું છે તમારું ખાતું

ઑનલાઇન છેતરપિંડીના કેસ સતત વધી રહ્યા છે. કાર્ડ સ્વાઇપ દ્વારા, OTP દ્વારા લોકોનાં એકાઉન્ટ્સમાંથી પૈસા ખેંચી લેવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

ઑનલાઇન છેતરપિંડીના કેસ સતત વધી રહ્યા છે. કાર્ડ સ્વાઇપ દ્વારા, OTP દ્વારા લોકોનાં એકાઉન્ટ્સમાંથી પૈસા ખેંચી લેવામાં આવે છે. આ વધતા ઑનલાઇન ફ્રોડ સાથે, એટીએમના ફ્રોડનો નવો કેસ સામે આવ્યો છે. એટીએમમાંથી નાણાં ચોરી લેવાની આ નવી પદ્ધતિમાં, તમારા એટીએમ કાર્ડ અથવા તમારા પિન કોડની જરૂર નથી. તમારા આધાર કાર્ડ નંબરની મદદથી તમારું એકાઉન્ટ ખાલી કરી શકાય છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, જિંગમાં આધાર બાયોમેટ્રિક્સની મદદથી નાણાંની ચોરીનો એક નવો કેસ સામે આવ્યો છે.

આ પણ વાંચો: GST કલેક્શનમાં ઘટાડાથી અધિકારી હેરાન કરશે, ITC વ્યવસ્થાની સમીક્ષા

એટીએમ ચોરી કરવાની નવી રીત

એટીએમ ચોરી કરવાની નવી રીત

એટીએમમાંથી પૈસા ચોરી લેવા માટે હવે એક નવી રીત સામે આવી છે. આ રીતમાં એટીએમ કાર્ડની અથવા કોઈ પાસવર્ડની જરૂર નથી. તમારા આધાર કાર્ડની બાયોમેટ્રિક માહિતી દ્વારા તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકાય છે. છેલ્લા થોડા દિવસોમાં આ નવી રીતના ફ્રોડના ઘણા કેસ સામે આવ્યા છે, જ્યાં આધાર કાર્ડની બાયોમેટ્રિક માહિતીની મદદ થી લોકોના એકાઉન્ટ માંથી નાણાં કાઢી લેવામાં આવ્યા છે. હરિયાણાના જિંદમાં કેટલાક કેસ સામે આવ્યા છે.

આધાર કાર્ડની મદદથી ખાતામાંથી પૈસા કાઢી લીધા

આધાર કાર્ડની મદદથી ખાતામાંથી પૈસા કાઢી લીધા

આધાર કાર્ડ કઢાવતી વખતે બાયોમેટ્રિક મશીન પર ફિંગરપ્રિન્ટ આપવી ફરજિયાત છે. આ ફિંગરપ્રિન્ટની મદદથી, એટીએમમાંથી પૈસા કાઢી લેવામાં આવ્યા. અગાઉ, સમાન પ્રકારની છેતરપિંડીનો કેસ હરિયાણાના જિંદના 40 વર્ષના વિક્રમનો સામે આવ્યો હતો. વિક્રમની ફિંગરપ્રિન્ટની મદદ સાથે દિલ્હીના એક માઇક્રો-એટીએમ માંથી 1,000 રૂપિયા કાઢવામાં આવ્યા હતા. એક અઠવાડિયા પછી આ પ્રકારના માઇક્રો-એટીએમમાંથી ફરીથી 7500 રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા.

આધારની મદદથી કેવી રીતે કાઢ્યા પૈસા

આધારની મદદથી કેવી રીતે કાઢ્યા પૈસા

માઇક્રો-એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે, PIN અથવા પાસવર્ડને બદલે આધાર / ડેબિટ કાર્ડ સાથે ફિંગરપ્રિન્ટની જરૂર પડે છે. હેકર્સે UIDAI સૉફ્ટવેર પર વિક્રમના વ્યક્તિગત આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ-ઈન કરી ફેક કાર્ડ્સ બનાવડાવ્યા. હેકર્સે આ માઇક્રો-એટીએમમાંથી પૈસા ચોરી કર્યા. આ કેસમાં એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. પોલીસની સલાહ પછી, તેઓએ તરત જ તેમની બાયોમેટ્રિક માહિતીને લૉક કરી દીધી. આવામાં અમારી સલાહ છે કે તમે તમારી બાયોમેટ્રિક માહિતીને તાત્કાલિક લૉક કરવો જેથી હેકર્સ તમારી માહિતીની સહાયથી તમારા બેંક એકાઉન્ટને સાફ ન કરી શકે.

English summary
Biometrics are fingerprint and iris data collected for our Aadhaar card
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X