IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ
IPL 2026 નો પ્રારંભ 28 માર્ચથી થઈ રહ્યો છે, જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે RCB એ ઐતિહાસિક ખિતાબ જીત્યા બાદ આ સિઝનમાં રોમાંચ બમણો થવાની પૂરી શક્યતા છે.
આગામી સિઝનમાં કયો બેટ્સમેન સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ પર કબજો કરશે તેના પર સૌની નજર છે. તાજેતરના વર્લ્ડ કપના ફોર્મને જોતા પાંચ ખેલાડીઓ આ રેસમાં સૌથી આગળ દેખાય છે.

સનરાઇઝર્સ હૈદરાબાદનો ઈશાન કિશન હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તેણે વર્લ્ડ કપમાં 317 રન ફટકાર્યા હતા. તેની આક્રમક બેટિંગ સ્ટાઇલ તેને આ વર્ષે ઓરેન્જ કેપનો પ્રબળ દાવેદાર બનાવી રહી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયેલા સંજુ સેમસન પાસે આ વખતે ધોનીનું માર્ગદર્શન હશે, જે તેને વધુ ખતરનાક બનાવશે. વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં ફિફ્ટી ફટકારીને તેણે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે.
લખનૌ સુપર જાયન્ટ્સનો એઈડન માર્કરમ પણ આ યાદીમાં સામેલ છે, જે મધ્યક્રમમાં મજબૂતી પૂરી પાડે છે. વર્લ્ડ કપમાં 165 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવનાર માર્કરમ ટીમ માટે ગેમ-ચેન્જર બની શકે છે.
ગુજરાત ટાઇટન્સનો સ્ટાર ખેલાડી સાઈ સુદર્શન ગત સિઝનનો ઓરેન્જ કેપ વિજેતા છે, જેણે 759 રન બનાવ્યા હતા. આ યુવા બેટ્સમેન ફરી એકવાર દિગ્ગજોના રેકોર્ડ તોડવા માટે મેદાનમાં ઉતરવા સજ્જ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિરાટ કોહલી હંમેશા રન મશીન તરીકે ઓળખાય છે અને તે ત્રીજી વાર ઓરેન્જ કેપ જીતવા મથશે. IPL માં 8600 થી વધુ રન બનાવનાર કિંગ કોહલી પાસેથી ફરી વિસ્ફોટક પ્રદર્શનની આશા છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
