યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી
ગુજરાત સરકાર રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલી બનાવવા માટે સજ્જ થઈ ગઈ છે. આ દિશામાં મોટું પગલું ભરતા સ્પેશિયલ કમિટીએ પોતાનો વિસ્તૃત રિપોર્ટ સરકારને સોંપી દીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સમિતિ દ્વારા આ મહત્વપૂર્ણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આગમન સાથે જ રાજ્યમાં કાયદો લાવવાની તૈયારીઓએ જોર પકડ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલુ વિધાનસભા સત્રના છેલ્લા દિવસે આ બિલ પર ચર્ચા થઈ શકે છે. કામકાજ સલાહકાર સમિતિ ટૂંક સમયમાં બિલ રજૂ કરવા અંગે આખરી નિર્ણય લેશે.
ઉલ્લેખનીય છે કે, UCC ના અભ્યાસ માટે ફેબ્રુઆરી 2025 માં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ઊંડાણપૂર્વક સંશોધન કરીને પોતાની અંતિમ ભલામણો તૈયાર કરી છે.
આગામી 24 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં આ ઐતિહાસિક બિલ રજૂ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. સરકાર આ સાથે અન્ય ચાર મહત્વના વિધેયકો પણ લાવવાની યોજના બનાવી રહી છે.












Click it and Unblock the Notifications
