For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST કલેક્શનમાં ઘટાડાથી અધિકારી હેરાન કરશે, ITC વ્યવસ્થાની સમીક્ષા

ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) સંગ્રહમાં ઘટાડો અંગે ચિંતિત ટેક્સ અધિકારીઓ વેપારીઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ (ITC) નો વધુ લાભ ઉઠાવનારા કેસની તપાસ શરૂ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) સંગ્રહમાં ઘટાડો અંગે ચિંતિત ટેક્સ અધિકારીઓ વેપારીઓ દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સ (ITC) નો વધુ લાભ ઉઠાવનારા કેસની તપાસ શરૂ કરી શકે છે. GST કાઉન્સિલે મોટી સંખ્યામાં રાજ્યોમાં GST સંગ્રહમાં ઘટાડો થવાના કારણોની તપાસ કરવા માટે એક પ્રધાન-જૂથની રચના કરી છે. આ જૂથની બેઠકમાં ITC નો વધુ ઉપયોગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેટલાક વેપારીઓ દ્વારા નકલી બિલ કરતાં વધુ ક્રેડિટ મેળવવાની શક્યતા હોવાનું જણાવે છે, આદર્શ પરિસ્થિતિમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટથી આવકમાં ઘટાડો થવો જોઈએ નહીં, પરંતુ કેટલાક વ્યવસાયકારો આ જોગવાઈનો દુરુપયોગ કરી રહ્યા છે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: Budget 2019: સરકારી વીમા કંપનીઓમાં નાખી શકે છે 4000 કરોડ રૂપિયા

નકલી બિલ બનાવતા હોય છે

નકલી બિલ બનાવતા હોય છે

તેઓ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા નકલી બિલ બનાવતા હોય છે. મંત્રીઓના જૂથની બેઠક દરમિયાન, તે વાત મુકવામાં આવી કે કુલ જીએસટી દેણદારી માંથી 80 ટકાની ચુકવણી ઇનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા થાય છે. માત્ર 20 ટકા ટેક્સ રોકડ જમા કરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીનો સરેરાશ માસિક સંગ્રહ 96,000 કરોડ રૂપિયા છે.

સંભાવના છે કે નકલી બિલ પર કેટલાક દાવાઓ કરવામાં આવી રહ્યા છે

સંભાવના છે કે નકલી બિલ પર કેટલાક દાવાઓ કરવામાં આવી રહ્યા છે

જો કે વર્તમાન સિસ્ટમમાં આવી કોઈ જોગવાઈ નથી. જેમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ દાવાઓ સપ્લાયર્સ દ્વારા અગાઉ ચૂકવેલા ઇનપુટ ટેક્સથી તત્કાલ સાથે સીધા જ મેચ કરી શકાય. હવે આ મેચ જીએસટીના દાવા પછી જીએસટી નેટવર્ક દ્વારા જનરેટ GST-2A ના આધારે કરવામાં આવે છે. મેચમાં વધ-ઘટ પછી ટેક્સ અધિકારીઓ કારોબારને નોટિસ મોકલે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે વર્તમાન સિસ્ટમમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફાઇલ કરવા અને મેચિંગ વચ્ચે ઘણો સમય છે, એવામાં એવી શક્યતા છે કે નકલી બિલના આધારે કેટલાક દાવા કરવામાં આવે છે. નવા રીટર્ન સિસ્ટમ સાથે, અધિકારીઓ પાસે રીઅલ ટાઇમમાં દાવાઓ મેચ કરવાની સુવિધા હશે.

FY 19 કયા મહિનામાં કેટલું કલેક્શન

FY 19 કયા મહિનામાં કેટલું કલેક્શન

એ વાતની જાણકારી આપી દઈએ કે આવક વિભાગ હવે આઇટીસીના દાવાઓની વધુ સંખ્યામાં તપાસ કરશે. તેથી તે ખાતરી કરી શકાય કે દાવાઓ સાચા છે કે ખોટા છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીએસટી સંગ્રહ એપ્રિલમાં 1.30 લાખ કરોડ રૂપિયા, મેં માં 94,016 લાખ કરોડ રૂપિયા, જુલાઈમાં 96,483 કરોડ રૂપિયા, ઓગસ્ટમાં 93,960 કરોડ રૂપિયા, સપ્ટેમ્બરમાં 94,442 કરોડ રૂપિયા, ઓક્ટોબરમાં 1,00,710 કરોડ રૂપિયા, નવેમ્બરમાં 97,637 કરોડ રૂપિયા તથા ડિસેમ્બરમાં 94,726 કરોડ રૂપિયા રહ્યું.

English summary
Tax Officials May Examine High Usage Of ITC To Set Off GST Liability
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X