પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સરહદી વિવાદ હવે ભયાનક વળાંક પર પહોંચ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ કાબુલના રહેણાંક વિસ્તારોમાં ભીષણ બોમ્બમારો કરતા ભારે અફરાતફરી મચી ગઈ છે.

ખામ પરેસના અહેવાલ મુજબ, આ હુમલામાં અનેક નાગરિકોના મકાનો ધરાશાયી થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં પ્રારંભિક રીતે આશરે 400 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે પાકિસ્તાને એક નશા મુક્તિ કેન્દ્રને નિશાન બનાવ્યું છે. આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અનેક નિર્દોષ દર્દીઓએ જીવ ગુમાવ્યા હોવાની વિગતો મળી છે.

હુમલા સમયે હોસ્પિટલના બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં દર્દીઓ અને સ્ટાફ હાજર હતો. અફઘાનિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં 200થી વધુ લોકોના મોત થયા છે.

પાકિસ્તાન સરકારે આ ગંભીર આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેમણે માત્ર પૂર્વ અફઘાનિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી કરી છે.

પાકિસ્તાની વડાપ્રધાનના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ સ્પષ્ટતા કરી છે કે કોઈ હોસ્પિટલને નિશાન નથી બનાવાઈ. તેમણે તાલિબાનના દાવાઓને ભ્રામક ગણાવી સરહદી આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે.

આ હુમલા બાદ તાલિબાન શાસન અત્યંત ક્રોધિત છે અને તેમણે પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ ઘટનાના બદલાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે.

તાલિબાને આ હવાઈ હુમલાને માનવતા વિરુદ્ધનો જઘન્ય અપરાધ ગણાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરી છે. તેમણે પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની હવાઈ સીમાના ઉલ્લંઘનનો પણ આરોપ લગાવ્યો છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર કાબુલમાં સતત 30 મિનિટ સુધી વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. લોકોમાં આ હુમલા બાદ ભારે ભય અને અસુરક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદ વિરોધી અપીલ બાદ તુરંત જ આ હુમલો થતા ચર્ચા જાગી છે. પાકિસ્તાન સતત તાલિબાન પર TTP આતંકવાદીઓને આશરો આપવાનો ગંભીર આરોપ લગાવતું રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X