7મી ઓક્ટોબરે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
અમદાવાદઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલીક હદ સુધી રાહત આપી હતી, પરંતુ તેમ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી વધારો થવા લાગ્યો છે. એક્સાઈઝ ડ્યૂટી અને વેટ ઘટાડ્યા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો, જો કે આ ઘટાડા બાદ છેલ્લા બે દિવસથી ફરી કિંમતોએ આગેકૂચ યથાવત રાખી છે.

અમદાવાદમાં પેટ્રોલના ભાવ
સરકારે 5 સપ્ટેમ્બરે આપેલા 5 રૂપિયાના ઘટાડા બાદ 78.50 રૂપિયાએ પેટ્રોલ અને 76.24 રૂપિયાએ ડીઝલ પહોંચી ગયું હતું. જો કે છેલ્લા બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલમાં ફરી વધારો થયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલ 14 પૈસાના ભાવ વધારા સાથે 78.81 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે ડીઝલ 31 પૈસાના ભાવ વધારા સાથે 76.85 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે.

દિલ્હીમાં પણ પેટ્રોલ મોંઘુ થયું
જ્યારે નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા અને ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 81.92 અને ડીઝલ 73.53 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વિશે વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમતોમાં 14 પૈસાનો વધારો ઝીંકાયો છે અને ડીઝલના ભાવમાં 31 પૈસાનો વધારો ઝીંકાયો છે. જે બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમતો 87.29 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.06 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે.

સરકારે આપી હતી રાહત
ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાંથી 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. એટલું જ નહિ, રાજ્ય સરકારોએ પણ વેટ ઘટાડ્યો હતો. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ સહિતના કેટલાય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પાંચ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
પોલીસે પગલાં ન ભર્યાં તો અમે હાઈકોર્ટ જવા માટે પણ તૈયારઃ તનુશ્રી દત્તાના વકીલ