સતત પાંચમા દિવસે ઘટી પેટ્રોલની કિંમત, જાણો આજના રેટ
સતત પાંચમા દિવસે ઘટી પેટ્રોલની કિંમત, જાણો આજના રેટ
અમદાવાદઃ તોતિંગ વધારા બાદ છેલ્લા પાંચ દિવસથી ધીરે ધીરે પેટ્રોલની કિંમતો કાબૂમાં આવી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. આજે અમદાવાદમાં પેટ્રોલ 5 પૈસાના ઘટાડા સાથે 72.07 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. હાલ ડીઝલ 69.15 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદમાં 30 પૈસા ભાવ ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં છેલ્લા આઠ દિવસથી કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી.

મુંબઈમાં શું છે ભાવ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ છેલ્લા પાંચ દિવસમાં 40 પૈસા પેટ્રોલ સસ્તું થયું છે. જ્યારે ડીઝલની કિંમત જ્યાંની ત્યાં જ છે. આજે મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટરે 5 પૈસા સસ્તું થઈ 80.35 રૂપિયાએ વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલના રેટ 69.27 રૂપિયા પ્રતિ લીટર બોલી રહ્યા છે.

દેશની રાજધાનીમાં શું છે રેટ જાણો
દેશની રાજધાની નવી દિલ્હીમાં છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ 22 પૈસા સસ્તું થયું છે જ્યારે ડીઝલની કિંમત હતી ત્યાંની ત્યાં જ છે. આજે પેટ્રોલ 5 પૈસા સસ્તું થઈ દિલ્હીમાં 74.69 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જ્યારે ડીઝલ 66.04 રૂપિયા પ્રતિ લીટર દીઠ મળી રહ્યું છે.

કોલકાતામાં પેટ્રોલની કિંમત
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં પણ છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલની કિંમત ઘટી છે. પાંચ દિવસમાં અહીં 23 પૈસા પ્રતિ લીટરે પેટ્રોલ સસ્તું થયું છે, જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. કોલકાતામાં આજે 5 પૈસાના ઘટાડા બાદ પેટ્રોલ 77.35 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 68.45 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
