મોંઘવારીની માર: પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ અડધી રાતથી લાગુ

સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 1.50 રૂપિયા અને ડીઝલની કિંમતોમાં 45 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. સરકારે ડીઝલ પર અંડર રિકવરીને ધ્યાનમાં રાખીને કંપનીઓ ગયા મહિને ડીઝલના કીંમતોમાં ધીરે ધીરે વધારો કરવાની સ્વતંત્રતા આપી હતી. જેને ધ્યાનમાં રાખતા કંપનીઓએ 18 જાન્યુઆરીના રોજ ડીઝલ ભાવ 45 પૈસા પ્રતિ લીટર વધાર્યા હતા.
કંપનીઓનું કહેવું છે કે હાલની કિંમત પર ડીઝલ વેચવાથી તેમને 9 રૂપિયા પ્રતિ લિટર નુકસાન થઇ રહ્યું છે. પેટ્રોલની કિંમતોને સરકારી નિયંત્રણ હટાવી દીધા બાદ અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવમાં વધારો થઇ ચૂક્યો છે.
પેટ્રોલના ભાવ વધ્યા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલ 68.76 રૂપિયા પ્રતિ લીટર, લખનઉમાં 74.04, મુંબઇમાં 75.50, કોલકાત્તામાં 76.22, ચેન્નાઇમાં 71.61, પટનામાં 73.41, જ્યારે દેહરાદૂનમાં 71.68 રૂપિયા પ્રતિ લીટરે મળશે.












Click it and Unblock the Notifications
