For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કયા દેશમાં વેચાય છે સૌથી મોંઘુ પેટ્રોલ?

તેલની વધી રહેલી કિંમતથી ભારત ચિંતિત છે. વધતા જતા તેલના ભાવને કારણે લોકોના ઘરનું બજેટ બગડી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

તેલની વધી રહેલી કિંમતથી ભારત ચિંતિત છે. વધતા જતા તેલના ભાવને કારણે લોકોના ઘરનું બજેટ બગડી રહ્યું છે. સોમવારે પેટ્રોલના ભાવમાં 11 પૈસા વધારો થયો હતો. ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. પેટ્રોલમાં થયેલા વધારા પછી પેટ્રોલ મુંબઈમાં લિટરદીઠ 90 રૂપિયા થયું છે, જ્યારે દિલ્હીમાં તેની કિંમત પ્રતિ લિટર 82 રૂપિયા થઇ છે. દેશ જ્યાં તેલના ભાવના વધારાથી ચિંતિત છે, લોકો સરકારને દોષી ઠેરવે છે. વિરોધ પક્ષે આને મુદ્દો બનાવ્યો છે. લક્ષ્ય પર મોદી સરકાર છે, પરંતુ તમને જણાવી દઈએ કે વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.

આ પણ વાંચો: 6 રાજ્યોમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ, ગુજરાતીઓ હજુ પરેશાન

કેમ વધી રહી છે તેલની કિંમતો

કેમ વધી રહી છે તેલની કિંમતો

2015 માં બ્રેન્ટ ક્રૂડની કિંમત 66 ડોલર પ્રતિ બેરલ હતી, જે 2018 માં વધીને 79 ડોલર પ્રતિ બેરલ થઇ ગઈ છે. This is Money નામની વેબસાઈટએ બ્લૂમબર્ગ અને ગ્લોબલ પેટ્રોલ પ્રાઈસેજ ડૉટ કૉમના આધાર પર રિપોર્ટ તૈયાર કર્યો છે, તેના આધારે વિશ્વના તમામ દેશોમાં તેલના ભાવમાં વધારો થયો છે, પરંતુ તેમાં સૌથી આગળ હોંગ કોંગ છે. તમને એ દેશોની સૂચિ જણાવીએ છે જ્યાં તેલની કિંમત સૌથી વધુ છે.

વિશ્વમાં સૌથી મોંઘુ તેલ વેચતા દેશ

વિશ્વમાં સૌથી મોંઘુ તેલ વેચતા દેશ

હોંગ કોંગમાં સૌથી મોંઘુ તેલ વેચાય છે. પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 165 રૂપિયા પેન્સ છે. અહીં 7.6% વપરાશ માત્ર બળતણ છે. તો બીજા નંબર પર આઈસલેન્ડ છે, જ્યાં ઓઇલના ભાવ પ્રતિ લિટર 160 રૂપિયા પેન્સ છે. નોર્વે ત્રીજા નંબરે છે, જ્યાં પેટ્રોલ 157 રૂપિયાનું મળે છે. જ્યારે ચોથા નંબર પર નેધરલેન્ડ છે, જ્યાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 149 રૂપિયા પેન્સ છે.

મોંઘુ તેલ વેચતા દેશોમાં કોણ કોણ સામેલ

મોંઘુ તેલ વેચતા દેશોમાં કોણ કોણ સામેલ

બાર્બાડોસમાં પેટ્રોલ 149 રૂપિયા પ્રતિ લિટર છે. ગ્રીસમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 146 રૂપિયા છે. ઇટલીમાં લિટર દીઠ 146 રૂપિયાની કિંમતે વેચાઈ રહ્યું છે. મોનાકોમાં પેટ્રોલનું વેચાણ 146 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડેનમાર્કમાં 145 રૂપિયા અને ઇઝરાયેલમાં તે પ્રતિ લિટર 144 રૂપિયા પેન્સ છે.

English summary
Petrol prices: Know the most expensive country in the world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X