For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 રાજ્યોમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ, ગુજરાતીઓ હજુ પરેશાન

6 રાજ્યોમાં ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ, ગુજરાતીઓ હજુ પરેશાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા કેટલાક અઠવાડિયેથી જેવી રીતે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એવામાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને નાથવા માટે 6 રાજ્યોએ મહત્વનો ફેસલો લીધો છે. આ તમામ રાજ્યોએ નિર્ણય લીધો કે તેઓ યૂનિફોર્મ પેટ્રોલિયમ રેટ રાખશે. મંગળવારે યોજાયેલ મહત્વની બેઠકમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી અને ચંદીગઢે સહમતિ દર્શાવી કે અહીં પેટ્રોલ-ડીઝલના ભાવ એક સમાન હશે.

petrol

આ તામ રાજ્યોએ આ બાબતે એક મોટો ફેસલો લીધો છે કે આ મામલે એક સબ સમિટિની પણ રચના કરવામાં આવશે. આ બેઠક બાદ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે આનાથી સરકારનું રાજસ્વ વધશે અને કાળા બજાર પર પણ રોક લગાવી શકાશે. જ્યારે આ બેઠક બાદ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્ય પ્રદેશમાં દારૂ, વાહનો અને પરિવહન પરમિટના પણ એક જ દર રાખવામાં આવશે. આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલ પર એક સમાટ વેટ લાગૂ કરવા માટે રાજ્ય સરકાર સહમત થઈ છે.

જ્યારે ગુજરાત સરકારે આ મામલે હજુ સુધી કોઈ ખાસ પગલાં ભર્યાં નથી. ગુજરાતમાં પેટ્રોલ 81.97 જ્યારે ડીઝલ 79.55 રૂપિયાની સપાટી પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે કેટલાય દિવસના ભાવ વધારા બાદ આજે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતના વધારા પર બ્રેક લાગી છે. આજે કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી.

આ પણ વાંચો- કાર્યકર્તા મહાકુંભમાં બોલ્યા પીએમઃ 'જૂઠનું બવંડર રચવામાં આવી રહ્યુ છે'

English summary
Haryana, Punjab, Himachal Pradesh, Uttar Pradesh, Delhi & union territory of Chandigarh agreed to move towards uniform fuel rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X