Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાર્યકર્તા મહાકુંભમાં બોલ્યા પીએમઃ ‘જૂઠનું બવંડર રચવામાં આવી રહ્યુ છે'

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ પર ભોપાલમાં કાર્યકર્તા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જૂઠનું બવંડર રચવામાં આવી રહ્યુ છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ પર ભોપાલમાં કાર્યકર્તા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણમ શામેલ થયા. કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ભાજપના કાર્યકર્તા હોવુ આપણા માટે સૌભાગ્યની વાત છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ, ખબર નહિ કયા જન્મમાં આપણે એટલા પુણ્ય કર્યા હશે કે આપણને આ મહાન પક્ષના કાર્યકર્તા તરીકે મા ભારતીની સેવા કરવાનો મોકો મળ્યો. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચાર જ આપણી પ્રેરણા છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પક્ષ અને ગઠબંધન પર નિશાન સાધ્યુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે જૂઠનું બવંડર રચવામાં આવી રહ્યુ છે.

જૂઠનું બવંડર ફેલાવવામાં આવી રહ્યુ છે

જૂઠનું બવંડર ફેલાવવામાં આવી રહ્યુ છે

રાફેલ ડીલ પર નામ લીધા વિના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જૂઠનું બવંડર ફેલાવવામાં આવી રહ્યુ છે. રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યુ કે જેટલો કિચડ ઉછાળશો તેટલા જ કમળ ખીલશે. કોંગ્રેસે ગાળો દેવામાં પૂરી તાકાત લગાવી. કોંગ્રેસ પક્ષે સંતુલન ગુમાવી દીધુ છે. કોંગ્રેસ પક્ષ દેશની બહાર ગઠબંધન શોધી રહી છે. કોંગ્રેસ પક્ષ પરાજયના ભયથી ગઠબંધન પર આવી ગઈ છે. સત્તાના નશામાં નાના નાના પક્ષને કૂચલનાર કોંગ્રેસ આજે તે જ નાના પક્ષોના પગમાં પડી છે.

અમે જન બળથી ચૂંટણી લડીએ છીએ

અમે જન બળથી ચૂંટણી લડીએ છીએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અમે ધન બળના હિસાબથી ના તો ચૂંટણી લડીએ છીએ ના તો લડવા ઈચ્છીએ છીએ. અમે જન બળના હિસાબે ચૂંટણી લડીએ છીએ. એટલા માટે અમારો મંત્ર છે ‘મેરા બુથ- સબસે મજબૂત'. સબકા સાથે સબકા વિકાસ એ માત્ર ચૂંટણી નારો નથી. ઉજ્જવળ ભારત માટે કોટિ કોટિ ભારતીય આશા અને આકાંક્ષાઓની પૂર્તિ માટે સમજી વિચારીને પસંદ કરાયોલ આ અમારો માર્ગ છે. જે પક્ષે પાસે આવા કાર્યકર્તાઓની ફોજ હોય જેમનુ દેશ સિવાય કોઈ સપનુ ના હોય તે પક્ષ માટે વિજય નિશ્ચિત હોય છે.

સશક્ત ભારત માટે બધાનો વિકાસ જરૂરી

સશક્ત ભારત માટે બધાનો વિકાસ જરૂરી

પ્રધાનમંત્રીએ કહ્યુ કે અમારી કોશિશ એ જ છે કે કોઈ પણ વર્ગ છૂટી ના જાય. મતબેંકની રાજનીતિ ઉધઈ જેવી છે. આવી રાજનીતિ સમાજમાં બરબાદી લઈ આવી. સશક્ત ભારત માટે બધાનો વિકાસ જરૂરી છે. કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસે મધ્યપ્રદેશનું ભલુ નથી કર્યુ. કોંગ્રેસ સરકારમાં રાજ્યોમાં રૂકાવટો પેદા કરવામાં આવતી હતી. જે પક્ષ 125 વર્ષોથી પણ જૂનો હોય, જે પક્ષના અનેકો ભૂતપૂર્વ રાજ્યપાલ હોય, પછી એવુ શું થયુ કે આટલા મોટા પક્ષને સૂક્ષ્મદર્શક યંત્ર લઈને નીકળવુ પડે છે કે દેશમાં ક્યાંય બચ્યા છે કે નહિ અને આટલી પરાજય બાદ પણ કોંગ્રેસ સુધરવા માટે તૈયાર નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X