જાણો Union Budget 2020 પહેલા પીએમ મોદીએ શું કહ્યુ?
1 ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર પોતાનુ બજેટ રજૂ કરવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકને સંબોધિત કરી. તેમણે દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા કરી અને કહ્યુ કે આ બજેટ સત્રમાં આપણે એ વાત પર ફોકસ કરવાનુ છે કે વૈશ્વિક પરિદ્રશ્યને ભારતના પક્ષમાં કેવી રીતે બદલી શકાય.
બજેટ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકને સંબોધિત કરીને કહ્યુ કે દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચાનો પ્રસ્તાવ આવ્યો છે જેનુ હું સ્વાગત કરુ છુ. તેમણે બધા પક્ષોના સાંસદોને અપીલ કરી કે તે પ્રસ્તાવિત બધા આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરે. તેમણે કહ્યુ કે આપણે એના માટે પ્રયત્ન કરવાનો છે કે આપણે વૈશ્વિક પરિદ્રશ્યને ભારતના પક્ષમાં કરીને દેશની અર્થવ્યવસ્થાને સુદ્રઢ કરી શકીએ. તેમણે કહ્યુ કે એ સારુ રહેશે જો આપણે સૌ મળીને દેશની અર્થ વ્યવસ્થાને યોગ્ય દિશા આપી શકીએ, એ દેશના હિતમાં હશે.
PM Narendra Modi today said that the government is open for discussion on all issues in the forthcoming Budget Session of Parliament. He was addressing the all-party meeting on the eve of the Budget session which is beginning tomorrow. (file pic) pic.twitter.com/Zcoa58AMdy
— ANI (@ANI) January 30, 2020
ઉલ્લેખનીય છે કે શનિવારે 1 ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર પોતાનુ બજેટ રજૂ કરશે. 31 જાન્યુઆરીથી બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. આ પહેલા ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવવાં આવી. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સર્વપક્ષીય બેઠક બોલાવી. આ બેઠકમાં બધા પક્ષોએ સંસદની કાર્યવાહીને યોગ્ય રીતે ચલાવવા અને બજેટ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
આ પણ વાંચોઃ Budget 2020: પિતાના મોત છતાં એક મિનિટ માટે ન છોડી ફરજ, પૂરુ કર્યુ બજેટનુ કામ