For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશી બેંકો ભારતમાં ખાનગી બેંકોને ખરીદી શકશે

|
Google Oneindia Gujarati News

rbi
મુંબઈ, 7 નવેમ્બર : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભારતમાં વિદેશી બેન્કોને પોતાની શાખાઓ ખોલવા માટેનો માર્ગ મોકળો કર્યો છે. વિદેશી બેન્કો દ્વારા સબસિડિયરી ભારતમાં ખોલવા માટે આરબીઆઈએ ગાઈડ લાઈન્સ જારી કરી છે. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સની જોગવાઈ અનુસાર વિદેશી બેન્ક દેશમાં 100 ટકા સબસિડરી બ્રાન્ચ ખોલી શકે છે. આ સબસિડિયરી બ્રાન્ચને ભારતીય બેન્કનો દરજ્જો પ્રાપ્ત થશે.

રિઝર્વ બેન્કની ગાઈડલાઈન્સ અનુસાર વિદેશી બેન્કો દેશમાં કોઈ પણ જગ્યાએ તેની 100 ટકા સબસિડિયરી બ્રાન્ચ ખોલી શકશે. જોકે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વિદેશી બેન્કે બ્રાન્ચ ખોલવા માટે રિઝર્વ બેન્કની મંજૂરી મેળવવી પડશે.

હાલ વિદેશી બેન્ક એક ગ્રૂપ તરીકે ભારતમાં દર વર્ષે 12 શાખા ખોલી શકે છે. જોકે ભારતે સામાન્યતઃ વધુ શાખા ખોલવા માટે મંજૂરી આપી છે. સીટી બેન્ક, એચએસબીસી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ડીબીએસ જેવી ઓગસ્ટ 2010 પહેલા ભારતમાં શાખા ખોલનાર જૂની વિદેશી બેન્કને તેમની અસલ વિદેશી બેન્કની શાખા તરીકે ઓપરેટ કરવાનો વિકલ્પ ખુલો રહેશે, પરંતુ તેમને ધ હોલી ઓન્ડ સબસિડિયરી (ડબલ્યુઓએસ)માં રૂપાંતર થવા માટે તેમને ઈન્સેન્ટિવાઈઝ્ડ થવું પડશે.

ડબલ્યુઓએસ માટે પ્રારંભિક લઘુતમ મૂડી રૂપિયા 500 કરોડ રહેશે. જે વિદેશી બેન્કને અપફ્રન્ટ તરીકે લાવવાની જરૂર પડશે અને હાલની વિદેશી બેન્કોને પણ આ નિયમ લાગુ પડશે. જો તેઓ તેમની શાખાને ડબલ્યુઓએસમાં રૂપાંતર કરવા માગતા હોય. આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે ડબલ્યુઓએસ દ્વારા પહેલા દિવસથી જ બેઝલ-3 જરૃરિયાતોની (9 ટકા ટાયર-1 મૂડી) પૂર્તતા કરવી પડશે. પ્રથમ ત્રણ વર્ષ માટે ડબલ્યુઓએસ દ્વારા ટાયર-1 કેપિટલ 10 ટકા પર રાખવી પડશે.

ડબલ્યુઓએસ માટે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની જરૂરિયાત 40 ટકા રહેશે. હયાત વિદેશી બ્રાન્ચને ડબલ્યુઓએસમાં રૂપાંતર થવા માટે પીએસએલના લક્ષ્યાંકોની પૂર્તતા કરવા પૂરતો સમય અપાશે. વિદેશી બેન્કની નવી શાખા ખૂલવાની સાથે આરબીઆઈએ આ શાખાઓને ભારતીય બેન્કોની સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. જો વિદેશી બેન્ક ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં કોઈ બેન્કની શાખાઓ ન હોય ત્યાં (ટાયર-5 અને ટાયર-6) શાખાઓ ખૂલશે તો તેમને 25 ટકા શાખાઓ ખોલવા માટે આરબીઆઈની મંજૂરી જરૂર રહેશે નહીં.

આરબીઆઈએ એવી પણ શરત મૂકી છે કે વિદેશી બેન્કોના ત્રીજા ભાગનાં ડાયરેક્ટરો ભારતમાં સબસિડિયરીના મેનેજમેન્ટથી કે તેની પેરેન્ટસ કે એસોસિયેટ્સથી સ્વતંત્ર હોવા જોઈએ અને આ ડાયરેક્ટરો ભારતમાં વસતા ભારતીય નાગરિકો હોવા જોઈએ.

English summary
RBI allows foreign banks' subsidiary to acquire private banks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X