For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘર ખરીદનારાઓ માટે મોટી ખુશખબર, RBI એ બેંકોને આપ્યો નિર્દેશ

ઘર ખરીદનારાઓ માટે સારા સમાચાર. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેંડિંગ હેઠળ હાઉસિંગ લોનની મર્યાદા વધારીને હોમ લોન લેનારાઓને રાહત આપી છે.

|
Google Oneindia Gujarati News

ઘર ખરીદનારાઓ માટે સારા સમાચાર. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેંડિંગ હેઠળ હાઉસિંગ લોનની મર્યાદા વધારીને હોમ લોન લેનારાઓને રાહત આપી છે. આરબીઆઈએ બેંકોને સૂચનાઓ આપી છે અને કહ્યું છે કે હવે મેટ્રોપોલિટન સેન્ટર્સ માટે લોન મર્યાદા 35 લાખ રૂપિયા હશે. જે શહેરોની વસ્તી 10 લાખ કે તેથી વધુ હશે ત્યાં હોમ લોનની મર્યાદા 35 લાખ રૂપિયાથી વધુ હશે. તમને જણાવી દઈએ કે આ પહેલા મેટ્રોપોલિટન સેન્ટર્સ પર 28 લાખ રૂપિયા સુધીની જ લોન મળતી હતી.

rbi

મળશે 35 લાખ રૂપિયા સુધીની લોન

આરબીઆઈના આદેશ પછી, હવે મેટ્રોપોલિટન શહેરોમાં રહેતા લોકોને હવે ઘર ખરીદવા માટે 35 લાખ રૂપિયા સુધીની હોમ લોન મળશે. તો અન્ય કેન્દ્રો જેમની વસ્તી 10 લાખથી ઓછી છે, તેમની માટે આરબીઆઈએ બેંકોને આ મર્યાદા 25 લાખ સુધી કરવાની સૂચના આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા તે 20 લાખ રૂપિયા હતી.

ઘરની કિંમત પર નિર્ણય

આરબીઆઇએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે હોમ લોનની મર્યાદા વધારવા વિશે આ બંને બાબતોમાં ઘરની કુલ કિંમત 45 લાખ રૂપિયા અને 30 લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એક મહત્વપૂર્ણ જવાબદારી છે જે રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને આપી છે. તમને જણાવી દઈએ કે આ હેઠળ, બેંકોએ તેમના લોનનો એક ભાગ નિર્ધારિત સેક્ટરમાં આપવાનો હોય છે.

આ પણ વાંચો: આ બેંકે વ્યાજદરમાં વધારો કર્યો, હોમ-ઓટો લોન મોંઘી થઇ

English summary
RBI directs banks to enhance the housing loan limits lending rs 35 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X