For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બેંકે વ્યાજદરમાં વધારો કર્યો, હોમ-ઓટો લોન મોંઘી થઇ

સરકારી બેંક બીઓબીએ તેના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. જી હા, સરકારી માલિકીની બેન્ક ઓફ બરોડાએ શનિવારે 0.05 ટકાના માર્જિનલ કોસ્ટ આધારિત વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરી.

|
Google Oneindia Gujarati News

સરકારી બેંક બીઓબીએ તેના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. જી હા, સરકારી માલિકીની બેન્ક ઓફ બરોડાએ શનિવારે 0.05 ટકાના માર્જિનલ કોસ્ટ આધારિત વ્યાજ દરમાં વધારાની જાહેરાત કરી. એ વાતની પણ જાણકારી આપી દઈએ કે વધેલો દર 7 મેથી અસરકારક રહેશે. બીઓબીએ એક દિવસની લોન પર વ્યાજ દર 8.25 ટકાથી વધારીને 8.30 સુધી કરી દીધો છે. બેંકે એક મહિના અને ત્રણ મહિના માટે લોન પર વ્યાજદર વધારીને અનુક્રમે 8.35 ટકા અને 8.45 ટકા કર્યો છે. બીઓબીએ શેર બજાર બીએસઈને જણાવ્યું છે કે છ મહિના અને એક વર્ષની લોન માટે એમસીએલઆરને વધારીને અનુક્રમે 8.65% અને 8.70% કરી દીધો છે.

bank of baroda

જો કે એમસીએલઆરને 'માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટની' પણ કહેવામાં આવે છે. આમાં, બેંકો તેમના ફંડના ખર્ચ અનુસાર લોનના દરો નક્કી કરે છે. આ બેંચમાર્ક દર છે. તેમાં વધારો થવાથી તમારા દ્વારા બેન્કમાંથી લેવામાં આવતી તમામ લોન મોંઘી થાય છે અને પછી આગળ કરતાં વધુ ઇએમઆઇ આપવું પડે છે.

આ પણ વાંચો: આ સરકારી બેંકે ચેતવણી આપી, એક નાની ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી દેશે

તમને જણાવી દઈએ કે બેન્ક ઑફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકનું મર્જર 1 એપ્રિલથી અસરકારક થયું હતું. ભારતીય રિઝર્વ બેન્કએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિજયા બેંક અને દેના બેન્કની તમામ શાખાઓ 1 એપ્રિલ, 2019 થી બેંક ઓફ બરોડાની શાખાઓ તરીકે કામ કરશે. વિજયા બેન્ક અને દેના બેન્કના જમાકર્તાઓ સહિતના ગ્રાહકોને 1 એપ્રિલ, 2019 થી બેન્ક ઑફ બરોડાના ગ્રાહકો તરીકે માનવામાં આવશે.

આ પણ વાંચો: ATM થી કેશ કાઢતી વખતે ગ્રીન લાઈટ ચેક કરો, નહીં તો....

English summary
Bank Of Baroda Raised The Loan By 0.05 Percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X