For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી નાણાકીય વર્ષમાં GDP ગ્રોથ રેટ 6% રહેવાનુ અનુમાનઃ RBI ગવર્નર

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની બોર્ડ બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે આવનારા દિવસોમાં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની બોર્ડ બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે આવનારા દિવસોમાં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. આનો વધુમાં વધુ લાભ લોન લેતા લોકોને થઈ શકે છે. આ ઉપરાંત ગવર્નરે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 6% રહેવાનુ અનુમાન લગાવ્યુ છે. તેમણે કહ્યુ, ચાલુ નાણાકીય વર્ષની આર્થિક સમીક્ષાના આધારે અમે આ અનુમાન લગાવ્યુ છે જે આર્થિક સર્વેક્ષણ પ્રક્ષેપણને અનુરુપ છે.

Shaktikanta Das

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારના બીજા કાર્યકાળનુ સામાન્ય બજેટ 2020-21 રજૂ કર્યુ. બજેટ રજૂ થયા બાદ પહેલી વાર નાણામંત્રી નિર્મલા સીતારમણે આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયેક્ટર્સ સાથે બેઠક કરી. મીટિંગ ખતમ થયા બાદ ગવર્નર શક્તિકાંત દાસે મીડિયા સાથે વાત કરી અને આવનારા દિવસોમાં અર્થવ્યવસ્થાં સુધારો થવાની વાત કહી.

તેમણે કહ્યુ કે રેપો રેટમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને આપવાની પ્રક્રિયા ધીમી ગતિથી આગળ વધી રહી છે પરંતુ આ વધુ સમય સુધી નહિ રહે. શક્તિકાંત દાસે દાવો કર્યો છે કે આવનારા સમયમાં રેપો રેટમાં ઘટાડામાં ગતિ આવશે અને આની સીધો લાભ લોન લેતા લોકોને થશે કારણકે હાલમાં અમુક દિવસોમાં લોનમાં વધારાનો માહોલ જોવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ઑસ્કર જીતનારી ફિલ્મ 'પેરાસાઈટ'ના મેકર્સ પર કેસ કરશે ભારતીય પ્રોડ્યુસર, કૉપી કરવાનો આરોપઆ પણ વાંચોઃ ઑસ્કર જીતનારી ફિલ્મ 'પેરાસાઈટ'ના મેકર્સ પર કેસ કરશે ભારતીય પ્રોડ્યુસર, કૉપી કરવાનો આરોપ

English summary
RBI Governor Shaktikanta Das We have given growth projection of 6 Percent for the next year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X