RBI repo rate Cut : RBI એ રેપો રેટમાં ફરી વખત ઘટાડો કર્યો, જાણો EMI માં કેટલો ફાયદો થશે?
RBI repo rate Cut : 9 એપ્રિલની સવારે લોન લેનારા લોકો માટે એક મહત્વપૂર્ણ સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ MPC બેઠકમાં રેપો રેટમાં બીજી વાર ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
નવા ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી અને તેમાં રેપો રેટ 0.25 ટકાથી ઘટાડીને 6.00 ટકા કરવામાં આવ્યો છે.

શું છે રેપો રેટ?
રેપો રેટ એ વ્યાજદર છે જેના પર આરબીઆઈ કમર્શિયલ બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે. જ્યારે આ રેટ ઘટે છે ત્યારે બેંકો માટે નાણા લેવા સસ્તા બને છે અને તેનો સીધો લાભ સામાન્ય જનતા સુધી પહોંચે છે.
આનાથી બેંકો પણ પોતાનો વ્યાજદર ઘટાડે છે. પરિણામે હોમ લોન, કાર લોન, વ્યકિતગત લોન અને શિક્ષણ લોન જેવી વિવિધ લોન પરનું વ્યાજ ઓછી થવાની શક્યતા વધી જાય છે.
આ નિર્ણય એપ્રિલ 2025 નીતિ બેઠકમાં લેવામાં આવ્યો હતો. અગાઉ ફેબ્રુઆરી 2025માં પણ RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. તે સમયે રેપો રેટ 6.50 ટકાથી ઘટાડી 6.25 ટકા કરાયો હતો. હવે બીજી વખત રેટ ઘટાડીને તે 6.00 ટકાએ આવી ગયો છે.
આ રીતે આ વર્ષમાં માત્ર બે મહિના દરમ્યાન RBIએ બે વખત રેપો રેટ ઘટાડ્યો છે. આ નીતિ અર્થતંત્રમાં અને નાણાકીય પ્રવાહ વધારવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
