રિલાયન્સ 8 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 8 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની ગયી છે. આ કીર્તિમાન સાથે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી વધુ તાકાતવર બની ચુક્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 8 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ ધરાવતી પહેલી ભારતીય કંપની બની ગયી છે. આ કીર્તિમાન સાથે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી વધુ તાકાતવર બની ચુક્યા છે. ગુરુવારે આરઆઇએલ 8.5 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ ધરાવતી દેશની પહેલી કંપની બની ચુકી છે. શેરમાં ઉછાળો આવતા માર્કેટ કેપમાં પણ ઉછાળો આવ્યો છે. આ પહેલા 12 જુલાઈ દરમિયાન રિલાયન્સ બીજી વખત 100 અરબ ડોલરની કંપની બની હતી. છેલ્લા એક મહિનાથી રિલાયન્સ શેરમાં ઉછાળો આવવાને કારણે કંપનીના માર્કેટ કેપમાં વધારો થયો છે. રિલાયન્સે ટાટાની ટીસીએસને પછાડી દીધી છે. ટીસીએસનું માર્કેટ કેપ 7.79 લાખ કરોડ રૂપિયા છે.

mukesh ambani

આ પહેલા પણ 31 જુલાઇએ રિલાયન્સ ટીસીએસને પછાડીને દેશની સૌથી મોટી માર્કેટ કેપ ધરાવતી કંપની બની હતી. તે સમયે રિલાયન્સનો માર્કેટ કેપ 7.51 લાખ કરોડ રૂપિયા હતો. ત્યારપછી 20 ઓગસ્ટે રિલાયન્સ શેરમાં ઉછાળો આવ્યો અને મુકેશ અંબાણીની કંપની ટીસીએસને પછાડીને દેશની સૌથી મોટી માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગયી.

આપને જણાવી દઈએ કે રિલાયન્સ અને ટીસીએસ વચ્ચે જોરદાર ટક્કર ઘણા લાંબા સમયથી ચાલી આવે છે. વર્ષ 2013 માં ટીસીએસે માર્કેટ કેપ મામલે રિલાયન્સને પછાડ્યું હતું. જેના ચાર વર્ષ પછી રિલાયન્સે ટીસીએસને પાછળ છોડી દીધું. ત્યારપછી આ બંને વચ્ચે જોરદાર ટક્કર ચાલુ છે. ક્યારેક રિલાયન્સ તો કયારેક ટીસીએસ નંબર વન બનતી રહી. પરંતુ ઓગસ્ટ પછી રિલાયન્સના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો અને મુકેશ અંબાણીની કંપની માર્કેટ કેપ મામલે દેશની સૌથી મોટી કંપની બની ગયી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X