Reliance industries Q4 results : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ક્વાટર 4 ના પરિણામોની તારીખ જારી કરી
Reliance industries Q4 results : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ જાહેર કર્યુ છે કે કંપની પોતાની જાન્યુઆરી-માર્ચ 2025 ના ત્રૈમાસિક પરિણામો અને 2024-25 નાં વાર્ષિક આંકડા 25 એપ્રિલ 2025 ના રોજ જાહેર કરશે.
આ તારીખે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે, જેમાં વાર્ષિક ડિવિડેન્ડ સહિત અનેક નિર્ણયો લેવામાં આવશે.

બોર્ડ મિટિંગમાં રિલાયન્સ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) દ્વારા ફંડ એકત્ર કરવાની યોજના પર પણ ચર્ચા કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફંડ રેઇઝિંગ પ્રોસેસ પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધારે વિવિધ રાઉન્ડમાં કરી શકાય છે, જેમાં સુરક્ષિત અને અસુરક્ષિત બંને પ્રકારના ડિબેન્ચર્સનો સમાવેશ થશે.
2024ની ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એકત્રિત નફો વર્ષે 7.4%ના વૃદ્ધિ સાથે 18,540 કરોડ રહ્યો હતો, જ્યારે 2023ની આ જ અવધિમાં નફો 17,265 કરોડ હતો.
કંપનીનો કન્સોલિડેટેડ રેવન્યૂ પણ નોંધપાત્ર રીતે વધીને 2.43 લાખ કરોડ થયુ હતુ, જેમાં સમકાલીન ત્રિમાસિકમાં 2.27 લાખ કરોડ હતો.
25 એપ્રિલે યોજાનારી બોર્ડ મિટિંગમાં નાણાંકીય વર્ષ 2024-25 માટેના અંતિમ ડિવિડેન્ડ અંગે નિર્ણય લેવામાં આવશે. અગાઉ રિલાયન્સે FY24 માટે પ્રતિ શેર 10 અને FY23 માટે 9 નુ ડિવિડેન્ડ આપ્યો હતુ. હવે રોકાણકારોની નજર એ પર છે કે આ વખતનો ડિવિડેન્ડ કેટલુ રહેશે.
રિલાયન્સના શેરે 17 એપ્રિલ 2025ના રોજ BSE પર 2,774.55ના સ્તરે કારોબાર કર્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટેલાઈઝેશન હાલમાં 17.24 લાખ કરોડ છે.
છેલ્લા એક વર્ષમાં શેર આશરે 13 ટકા ઘટ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં તેમાં 7%નો ઉછાળો નોંધાયો છે. ડિસેમ્બર 2024 સુધી પ્રમોટર્સ પાસે કંપનીમાં 50.13% હિસ્સો રહ્યો છે.












Click it and Unblock the Notifications
