રેવન્યુ મામલે બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની રિલાયન્સ જિયો

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ રેવન્યુ મામલે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ચુકી છે. વોડાફોનને પાછળ છોડીને રિલાયન્સ આ મુકામે પહોંચી છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ રેવન્યુ મામલે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ચુકી છે. વોડાફોનને પાછળ છોડીને રિલાયન્સ આ મુકામે પહોંચી છે. હવે રેવન્યુ શેરમાં ભારતી એરટેલ હાલમાં રિલાયન્સ કરતા આગળ છે. પરંતુ રિલાયન્સ જિયોનો રેવન્યુ શેર જે ઝડપે આવી વધી રહ્યો છે, તેનાથી તે ભારતી એરટેલની ખુબ જ નજીક પહોંચી ચુકી છે. રિલાયન્સ જિયોએ પોતાની 4જી સેવા ઘ્વારા એપ્રિલથી જૂન 2018 વચ્ચે ત્રિમાસીમાં 22.4 ટકા રેવન્યુ શેર મેળવ્યો છે.

આ પણ વાંચો: Jioની અફલાતૂન ઑફર, 2 મહિના સુધી મળશે ફ્રી ડેટા

જિયો રેવન્યુ માર્કેટ શેરમાં 2.53 ટકાનો વધારો

જિયો રેવન્યુ માર્કેટ શેરમાં 2.53 ટકાનો વધારો

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ ઘ્વારા બે વર્ષ પહેલા 4જી માર્કેટમાં એન્ટ્રી કરી. આ દરમિયાન કંપનીએ પોતાના પરફોર્મર્સ ઘ્વારા ગ્રાહકોમાં ઝડપથી મજબૂતી બનાવી લીધી. તેનો જ અસર છે કે એપ્રિલ થી જૂન મહિના વચ્ચે કંપનીના રેવન્યુ માર્કેટ શેરમાં 2.53 ટકા જેટલો વધારો જોવા મળ્યો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ઘ્વારા જાહરે કરવામાં આવેલા ડેટામાં આ બાબતની જાણકારી સામે આવી છે.

નંબર વન ભારતી એરટેલ અને બીજા નંબરે પહોંચી રિલાયન્સ જિયો

નંબર વન ભારતી એરટેલ અને બીજા નંબરે પહોંચી રિલાયન્સ જિયો

ટ્રાઈ ઘ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર અત્યારસુધીમાં બીજા નંબરે રહેલા વોડાફોન ઇન્ડિયાને જૂન કવાર્ટરમાં નુકશાન થયું છે. વોડાફોન ઇન્ડિયા 1.75 ટકાના ઘટાડા સાથે 19.3 ટકા પર આવી ચૂક્યું છે, જયારે કુમાર મંગલમ બિરલાના નેતૃત્વ ધરાવતી આઈડિયા સેલ્યુલર પણ 1.06 ઘટાડા સાથે 15.4 ટકા પર આવી ચૂક્યું છે.

RMS માં પહેલા આઈડિયા અને પછી વોડાફોનને પછાડ્યું

RMS માં પહેલા આઈડિયા અને પછી વોડાફોનને પછાડ્યું

બીજી બાજુ એરટેલનો રેવન્યુ માર્કેટ શેર પણ જૂન ત્રિમાસમાં 0.12 ટકા ઘટીને અત્યારે 31.7 ટકા પર આવી ચૂક્યું છે. આપને જણાવી દઈએ કે રિલાયન્સ જિયોએ માર્ચ ત્રિમાસમાં રેવન્યુ માર્કેટ શેર મામલે આઈડિયાને પછાડ્યું હતું. હવે જૂન ત્રિમાસમાં કંપનીએ વોડાફોનને પછાડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ જિયો માર્કેટ શેર આગળ પણ ઘણું વધી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X