રિલાયન્સ જિયોની મોન્સુન ઓફરમાં ઈન્ટરનેટનો વરસાદ

રિલાયન્સ જિયોનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર છે. રિલાયન્સ જિયોએ મોન્સુન ઓફર લોન્ચ કરી છે.

રિલાયન્સ જિયોનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર છે. રિલાયન્સ જિયોએ મોન્સુન ઓફર લોન્ચ કરી છે. આ ઓફરમાં ગ્રાહકોને 3.2 ટીબી ડેટા તો મળશે જ સાથે ગ્રાહકોને 4900 રૂપિયાનો ફાયદો પણ થશે. આ ઓફરનો લાભ માત્ર ઓપ્પો મોબાઈલ યુઝર જ લઈ શકે છે. આ ઓફર રિલાયન્સ જિયોના બધા ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી. આવો જાણીએ આ ઓફર વિશે -

ઓપ્પો ગ્રાહકોને મળશે આ ઓફરનો ફાયદો

ઓપ્પો ગ્રાહકોને મળશે આ ઓફરનો ફાયદો

રિલાયન્સ જિયોની મોન્સુન ઓફર ખાસ કરીને ઓપ્પો મોબાઈલ ગ્રાહકો માટે છે. જો તમે ઓપ્પોનો નવો ફોન ખરીદો તો તમને આ ઓફરનો ફાયદો મળશે, જો રિલાયન્સ જિયોના જૂનો ઓપ્પો મોબાઈલ ખરીદો તો પણ આ ઓફરનો લાભ મેળવી શકો છો.

ઓફરનો ફાયદો લેવા કરવાનું રહેશે આ રિચાર્જ

ઓફરનો ફાયદો લેવા કરવાનું રહેશે આ રિચાર્જ

પ્લાન મુજબ 3.2 ટીબી ડેટા આપવાની વાત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ઓપ્પો ફોન ખરીદવા સાથે જિયો સિમ પર 198 કે 299 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. જો તમે 198 રૂપિયાનો પ્લાન લેશો તો ગ્રાહકને રોજના 2 જીબી ડેટા મળશે. એટલે કે મહિનાનું 56 જીબી. વળી, 299 ના પ્લાનમાં રોજના ત્રણ જીબી એટલે કે મહિને 84 જીબી ડેટા. 198 રૂપિયાના પ્લાન સાથે ગ્રાહકને 2184 જીબી ડેટા મળશે.

ગ્રાહકને મળશે રોજનો ઈન્ટરનેટ ડેટા

ગ્રાહકને મળશે રોજનો ઈન્ટરનેટ ડેટા

299 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકને રોજનો ત્રણ જીબી ડેટા મળશે. એટલે કે મહિને 84 જીબી (39 માં રિચાર્જ સાથે 84x39= 3276 જીબી ડેટા. આ પ્લાનમાં ગ્રાહકોને 3.2 ટીબી ડેટા આપવામાં આવશે.

ગ્રાહકોને થશે 4900 રૂપિયાનો ફાયદો

ગ્રાહકોને થશે 4900 રૂપિયાનો ફાયદો

ઈન્ટરનેટ ડેટાના લાભની સાથે ગ્રાહકોને 4900 રૂપિયાનો ફાયદો પણ થશે. જો તમે કોઈ ઓપ્પો ફોન ખરીદો છો અને 198 કે 299 નું રિચાર્જ કરાવો તો તમને 1800 રૂપિયા કેશબેક મળશે. પ્લાન મુજબ 50 રૂપિયાના 36 વાઉચર આપવામાં આવશે. સાથે જિયો મનીમાં 1800 રૂપિયા મળશે (આ પૈસા ત્રણ વાર 600-600 ના રૂપમાં આવશે.)

મેક માય ટ્રિપની કૂપન પણ મળશે

મેક માય ટ્રિપની કૂપન પણ મળશે

એટલુ જ નહિ આ પ્લાન મુજબ ગ્રાહકોને મેક માય ટ્રીપની 1300 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન પણ મળશે. (1800+1800+1300= 4,900) આ બધા ફાયદા મળીને ગ્રાહકોને 4900 રૂપિયાનો ફાયદો થશે. આ ઓફરનો લાભ 28 જૂનથી 25 સપ્ટેમ્બર સુધી મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X