For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jioની આ વાત ટ્રાઇ માની લે તો ગ્રાહકોને લાગશે જેકપોટ!

રિલાયન્સ જીયોએ ટ્રાઇને આઇયૂસી બંધ કરવાની માંગણી કરી છે. જો કે અન્ય કંપનીઓએ તેને વધારવાની માંગણી કરી છે. જો કે જો ટ્રાઇ જીયોની વાત સ્વીકારશે તો ગ્રાહકોને મોટો ફાયદો થશે.

|
Google Oneindia Gujarati News

જ્યાં એક તરફ તમામ મોબાઇલ ઓપરેટર ઇંટરકનેક્શન યુસેજ એટલે કે આઇયૂસી વધારવાની તૈયારીમાં છે ત્યાં જ રિલાયન્સ જીયોએ એક તેવું પગલું ભર્યું છે જે ગ્રાહકો માટે કોઇ મોટી ગીફ્ટ સમાથ છે. રિલાયન્સ જીયોએ મંગળવારે ટ્રાઇ સાથે બેઠક કરી અને જણાવ્યું કે ટ્રાઇ આઇયૂસી બંધ કરી દે. જીયોની આ માંગણીથી અન્ય તમામ કંપનીઓ છક્ક થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે થયેલા વર્કશોપમાં તમામ મોબાઇલ કંપનીઓએ ટ્રાઇને પોત પોતાના સૂચનો આપ્યા. જેને લઇને 20 જુલાઇએ એટલે કે આજે ચર્ચા થશે અને તે પછી આ અંગે નિર્ણય લેવામાં આવશે.

કંપનીઓને થશે નુક્શાન

કંપનીઓને થશે નુક્શાન

ભારતીય એરટેલ, આઇડિયા અને વોડાફોને આઇયૂસી વધારવાનું સૂચન કર્યું હતું. જો તેવું થયું તો આવનારા દિવસોમાં તમારું મોબાઇલ બિલ વધી જશે. એટલું જ નહીં આમ કરવાથી રિલાયન્સ જીયોને પણ નુક્શાન થશે કારણ કે તેને પણ વધારે આઇયૂસી આપવું પડશે. સાથે જ બિલ વધતા રિલાયન્સ તેના ગ્રાહકોને પણ ખોઇ શકે છે. અન્ય કંપનીઓની માંગણી છે કે આઇયૂસી બે ગણું વધારવામાં આવે.

કેટલો વધ્યો ચાર્જ

કેટલો વધ્યો ચાર્જ

હાલના સમયે આઇયૂસી 14 પૈસા પ્રતિ મિનિટ છે. જેને વધારીને ભારતીય એરટેલ અને આઇડિયા સેલ્યુલર ટેલિકોમ કંપની 30 પૈસા કરવાનું કહી રહી છે. બીજી તરફ વોડાફોન આ ચાર્જને 34 પૈસા કરવા માંગે છે. આ તમામ કંપનીઓની વિરુદ્ધ રિલાયન્સની માંગણી છે કે આઇયૂસી હેઠળ કોઇ પૈસા લેવામાં ના આવે.

શું છે આઇયૂસી?

શું છે આઇયૂસી?

તમને જણાવી દઇએ કે આઇયૂસી તે ચાર્જ છે જે એક કંપનીથી બીજી કંપનીના મોબાઇલ પર કોલ કરવા માટે બીજી કંપનીને પહેલી કંપનીએ સર્વિસ ચાર્જ રૂપે આપવા પડે છે. ઉદાહર તરીકે જો તમે એરટેલના ગ્રાહક છો અને તમે તમારા એરટેલ ફોનથી વોડાફોન ગ્રાહકને ફોન કર્યો છે. તો એરટેલની તરફથી વોડાફોનને પ્રતિ મિનિટ 14 પૈસા આઇયૂસી ચૂકવવો પડે.

જીયોનું ગણિત

જીયોનું ગણિત

ભલે જીયો ફોનમાં મફત કોલિંગ થતું હોય પણ હજી પણ જીયોના અનેક તેવા ગ્રાહકો છે જે જીયાના ફોનથી એરટેલ, વોડાફોન જેવી અનેક કંપનીના ગ્રાહકોને દરરોજ ફોન કરતા હોય છે. વળી જીયોનું નેટવર્ક હાલ ટેલિકોમ કંપનીમાં સૌથી મોટું છે. અને મોટી સંખ્યામાં તેની જોડે ગ્રાહકો પણ છે. તો જો અન્ય કંપનીની વાત માનીને ટ્રાયે પૈસા વધાર્યા તો જીયા માટે કન્યાની કેડ માથે ભારે જેવી સ્થિતિ ઊભી થશે. કદાચ આ ગણિતના કારણે જીયો આઇયૂસી ચાર્જ બંધ કરવાની માંગણી કરી રહ્યો છે. જો કે ટ્રાઇએ રિલાયન્સ જીયોની વાત માની લીધી તો છેવટે ગ્રાહકોને જ મોટો ફાયદો થશે તે વાતમાં કોઇ બેમત નથી.

English summary
Reliance Jio wants TRAI to scrap IUC, other companies want to increase it. Read here this news in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X