For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેસ્ટોરેન્ટ અને કંપનીઓ જીએસટી વસુલ કરી રહી છે, પરંતુ સરકાર સુધી પહોંચતું નથી

મોટી સંખ્યામાં નાના રેસ્ટૉરન્ટ અને એવી કંપનીઓ કે જે ગ્રાહકોને સીધો જ માલ વેચતી હોય છે તેઓ ગ્રાહકો પાસેથી જીએસટી વસુલ તો કરી રહી છે, પરંતુ તેઓ સરકારને જમા કરાવતા નથી, કે જીએસટી રીટર્ન ફાઇલ કરી રહ્યા નથ

|
Google Oneindia Gujarati News

મોટી સંખ્યામાં નાના રેસ્ટૉરન્ટ અને એવી કંપનીઓ કે જે ગ્રાહકોને સીધો જ માલ વેચતી હોય છે તેઓ ગ્રાહકો પાસેથી જીએસટી વસુલ તો કરી રહી છે, પરંતુ તેઓ સરકારને જમા કરાવતા નથી, કે જીએસટી રીટર્ન ફાઇલ કરી રહ્યા નથી. આવા કેસો સોલ્વ કરવા માટે જીએસટી અધિકારીઓ એક સિસ્ટમ પણ તૈયાર કરવા માટે કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઘણા ગ્રાહકોએ આઇઆરઆઈએસ પેરિડોટ (IRIS Peridot) કન્ઝ્યુમર મોબાઇલ એપ દ્વારા ફરિયાદ દાખલ કરી છે કે નાના રેસ્ટોરન્ટ્સમાં જીએસટીનો ચાર્જ વસૂલવામાં આવે છે, પરંતુ આ ટેક્સ સરકારી ખાતામાં જમા કરાવ્યો નથી અને આ રેસ્ટોરન્ટ્સએ જીએસટી રિટર્ન ફાઈલ કર્યું નથી.

gst

ઘણા ગ્રાહકોએ એપ ડાઉનલોડ કરી

જણાવી દઈએ કે આ એપને ઘણા ગ્રાહકોએ ડાઉનલોડ કરી છે. આ એપ જીએસટી સર્વિસ પ્રોવાઇડર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આમાં વ્યવસાયકાર અથવા સર્વિસ પ્રોવાઇડરના જીએસટી ઓળખ નંબરને સ્કેન કરીને, તે નિર્ધારિત કરી શકાય છે કે વ્યવસાયકારે રિટર્ન ફાઈલ કર્યું છે કે નહીં.

આ પણ વાંચો: મોટો ઝટકો! રાંધણ ગેસના ભાવ વધ્યા, હવે આ કિંમતે મળશે LPG સિલિન્ડર

તમને જણાવી દઈએ કે 1.5 કરોડ રૂપિયા સુધીનો ધંધો કરનારા નાના વ્યવસાયકારોને કંપોજિશન યોજના લેવાનો વિકલ્પ હોય છે. તેઓએ દર ક્વાર્ટરમાં રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. પરંતુ કંપોજિશન યોજનાનો વિકલ્પ પસંદ કરનારા વ્યવસાયકારો ગ્રાહકો પાસેથી જીએસટી વસુલ કરી શકશે નહિ. તેઓએ તેમના બિલ અથવા ઇનવોઇસ પર પણ લખવું પડશે કે તેઓ કંપોજિશન યોજના હેઠળ આવે છે, તેથી માલ પુરવઠો અથવા આપવામાં આવેલી સેવા પર જીએસટી લેવા માટે હકદાર નથી. કારોબારીઓ, વેપારીઓ અને ઉત્પાદકો જે કંપોજિશન યોજના હેઠળ આવે છે તેઓએ તેમના ટર્નઓવર પર માત્ર એક ટકાના દરે જ જીએસટી ચૂકવવાનું હોય છે. જ્યારે, કંપોજિશન યોજના હેઠળ રેસ્ટોરંટએ પાંચ ટકા અને સર્વિસ પ્રોવાઇડર્સને 6 ટકાના દરથી જીએસટી ચુકવણીની સુવિધા આપવામાં આવી છે. આ રકમ ગ્રાહકો પાસેથી વસુલ કરી શકાતી નથી.

જીએસટી ચોરીની વિભાગ તપાસ કરી રહી છે

અધિકારીઓના જણાવ્યા મુજબ, તેઓ કહે છે કે અમને ગ્રાહકો તરફથી ઘણી ફરિયાદો મળી છે કે જે જીએસટી રિટર્ન ફાઈલ કરાવતા નથી ગ્રાહકો પાસેથી જીએસટી પ્રાપ્ત કરી રહ્યા છે. કેટલાક ગ્રાહકોએ નાના સ્થાનિક રેસ્ટોરેન્ટ દ્વારા જીએસટી ચાર્જ કરવા વિશે ફરિયાદ કરી છે. જ્યારે આ રેસ્ટોરન્ટ કંપોઝીશન યોજના હેઠળ આવે છે. અધિકારીએ કહ્યું કે ફરિયાદોની સંખ્યા ખૂબ વધુ છે. કરવેરા વિભાગ એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે, જેનાથી જાણી શકાય કે કેટલાની કર ચોરી થઇ છે. આ પછી, આ કેસો ફિલ્ડમાં કામ કરતા અધિકારીઓને મોકલવામાં આવશે.

આ પણ વાંચો: SBI ના આ SMS ને ઇગ્નોર ન કરો, નહિ તો ખાલી થઇ જશે એકાઉન્ટ

English summary
Restaurants And Companies Recovering GST, But Not Depositing With Govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X