For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1979માં શેરબજારમાં 10 લાખ રોકનારને 26 કરોડ મળ્યા! આપે શું કરવું?

|
Google Oneindia Gujarati News

દેશના એક માનનીય માર્કેટ એનાલિસ્ટ, જેઓ ઇકોનોમિક ટાઇમ્સ માટે લખી ચૂક્યા છે અને પોતાની પોર્ટફોલિયો કન્સલ્ટન્સી સર્વિસ ચલાવે છે, તેમણે તાજેતરમાં ઇકોનોમિક ટાઇમ્સમાં બ્લોગ લખ્યો હતો કે વર્ષ 1979માં સેન્સેક્સે જ્યારે 100ના મૂલ્ય સાથે શરૂઆત કરી હતી ત્યારે શેરબજારમાં રૂપિયા 10 લાખ રોકાનાર વ્યક્તિ આજે રૂપિયા 26 કરોડની માલિક છે.

આ ગણતરી અંગે કોઇ ચર્ચા કરવા જેવી નથી. કારણ કે શેરમાર્કેટ એનાલિસ્ટ્સમાં મિસ્ટર પરાગ પારેખ અગ્રણી નામ છે. તેઓ શેરમાર્કેટ એનાલિસિસના ક્ષેત્રમાં મજબૂત નામના ધરાવે છે.

તેમની વાતમાં જે હાર્દ છુપાયેલો હતો એ એવો છે કે 'ઇક્વિટી માર્કેટ લાંબા સમય સુધી કોઇને ડૂબાડતું નથી. વાસ્તવમાં તેમની વેબસાઇટમાં કેટલીક રસપ્રદ તુલનાઓ છે જેમાં રોકાણ અને માર્કેટના ઉતારચઢાવ દર્શાવતા મજેદાર ઉદાહરણો છે.'

હવે શેરબજારમાં રોકાણ અંગે મુદ્દાની વાત પર આવીએ જેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે...

લાંબાગાળા માટે રોકાણ કોણ કરે?

લાંબાગાળા માટે રોકાણ કોણ કરે?


પારેખના આર્ટિકલમાં અને સામાન્ય રીતે જે સલાહ આપવામાં આવતી હોય છે તે એ છે કે શેરમાર્કેટમાં લાંબા ગાળા માટે રોકાણ કરો. મોટાભાગના રોકાણકારો માટે અહીં જ મુશ્કેલી સર્જાય છે. કારણ કે લાંબાગાળા માટે રોકાણ સૌને જોખમકારક લાગે છે, જેના કારણે આ સલાહનું પાલન કરી શકાતું નથી.

પ્રેક્ટિકલી શું બને છે?

પ્રેક્ટિકલી શું બને છે?


આપણે પ્રેક્ટિકલ વાત કરીએ તો બને છે એવું કે જ્યારે કોઇ સ્ટોક 50 ટકા રિટર્ન આપે ત્યારે આપણે તેને વેચી, નફો લઇને બહાર નીકળી જવા માંગીએ છીએ. માર્કેટ ક્રેશ થાય છે ત્યારે પણ બધું વેચીને બહાર નીકળી જવા પ્રયાસ કરીએ છીએ. કોઇપણ વ્યક્તિ માટે 1979માં કરેલું રોકાણ 2014 સુધી સાચવી રાખવું શક્ય નથી.

ઇક્વિટીમાં રોકાણ નહીં કરનારાઓનું શું?

ઇક્વિટીમાં રોકાણ નહીં કરનારાઓનું શું?


એક પ્રશ્ન એ પણ છે કે જે લોકો ઇક્વિટીમાં રોકાણ કરે છે તે માર્કેટના જોખમને પારખીને અર્લી એક્ઝિટ કરે છે. પણ જે લોકો ઇક્વિટીમાં રોકાણ નથી કરતા તેમનું શું? આવા લોકો એમ માને છે કે 'હોય વળી! 25 વર્ષમાં 10 લાખના 26 કરોડ બહુ મોટું ગપ્પુ છે. આવા લોકો જે લોકો માર્કેટમાં રોકાણ કરે છે તેમની મજાક પણ ઉડાવે છે. અને ડિસિપ્લિન નહીં જાળવવાની સલાહ પણ આપે છે. અહીં ડિસિપ્લિનનો અર્થ કોઇ પણ સ્ટોકને વેચ્યા વગર આજીવન જાળવી રાખવાનો છે.'

મુશ્કેલીનો સમય ક્યારે આવે છે?

મુશ્કેલીનો સમય ક્યારે આવે છે?


શેરબજારમાં રોકાણ કરનારા મુશ્કેલીમાં મુકાયા ના હોય તેવું બનતું નથી. સ્ટોક્સને આજીવન જાળવી રાખવાની વાત છે ત્યારે એવા ઘણા સ્ટોક્સ છે જે 1979માં હતા, પણ આજે તેનું અસ્તિત્વ નથી. જે વ્યક્તિઓએ 1979માં બ્લુચિપ ગણાતા શેર હિન્દુસ્તાન મોટર્સમાં રોકાણ કરક્યું હતું, તેમને એમ થશે કે લાંબો સમય રાખવા છતાં, તેમણે નાણા નથી બનાવ્યા. આ કારણે લાંબા સમયના રોકાણ માટે સારી કંપનીઓના શેર્સમાં રોકાણ કરવું જરૂરી છે. કારણ કે બધા સારી ક્વૉલિટીના સ્ટોક્સ બંધ થઇ જતા નથી. અને આપની ઝોળીમાં ઇન્ફોસિસ જેવા શેર્સ હોય તો આપને થશે કે આપ કરોડોમાં રમો છો.

વર્ષ 2015માં ઇક્વિટીમાં રોકાણ કરવું જોઇએ?

વર્ષ 2015માં ઇક્વિટીમાં રોકાણ કરવું જોઇએ?


ફિક્સ્ડ ડિપોઝિટમાંથી વધારે પૈસા મેળવવા અશક્ય છે. અત્યાર સુધી ફુગાવો બે આંકમાં હતો. ફિક્સ ડિપોઝિટનું વ્યાજ પણ બે આંકડામાં હતું. બંને સરખા હોય ત્યારે વાસ્તવમાં આપને કોઇ વળતર મળતું હોતું નથી. આ કારણે રોકાણકાર માટે નફો મેળવવા માટે બે જ વિકલ્પો છે. એક તો ઇક્વિટીમાં રોકાણ કરો અથવા બીજું રિયલ એસ્ટેટમાં રોકાણ કરો. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં મુશ્કેલી એ છે કે તેમાં લાંબા ગાળાનું રોકાણ કરવું પડે છે અને તેમાં લિક્વિડિટી વધારે છે. જો આપને તત્કાળ નાણાની જરૂર પડે છે તો આપ રિયલ એસ્ટેટ વેચી શકો છો.

આપને રોકાણ કરવું હોય તો બેસ્ટ વિકલ્પ એ છે કે સારા સ્ટોકમાં લાંબા ગાળા માટે રોકાણ કરો.

English summary
Rs 10 lakhs invested in Sensex in 1979 is Rs 26 crores! Are you giving shares a miss?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X