
5 ઓગસ્ટે ડોલરના મુકબાલે રૂપિયો 4 પૈસા મજબૂતી સાથે ખુલ્યો
વિદેશી મુદ્રા બજારમાં ડોલરના મુકાબલે રૂપિયો આજે મજબૂતી સાથે ખુલ્યો છે. આજે ડોલરના મુકાબલે રૂપિયો 4 પૈસાની મજબૂતી સાથે 74.14 રૂપિયાના સ્તરે ખુલ્યો છે. જ્યારે બુધવારે ડોલરના મુકાબલે રૂપિયો 9 પૈસાની મજબૂતી સાથે 74.18 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. અત્યારે સમજદારી સાથે ડોલરમાં કારોબાર કરવાની જરૂર છે, નહીતો રોકાણ પર અસર પડી શકે છે.

પાછલા 5 દિવસનું રૂપિયાનું ક્લોઝિંગ સ્તર
- બુધવારે ડોલરના મુકાબલે રૂપિયો 9 પૈસાની મજબૂતી સાથે 74.18 રૂપિયાના સ્તરે બંધ થયો.
- મંગળવારે ડોલરના મુકાબલે રૂપિયો 6 પૈસાની મજબૂતી સાથે 74.28 રૂપિયાના સ્તરે બંધ થયો.
- સોમવારે ડોલરના મુકાબલે રૂપિયો 7 પૈસાની મજબૂતી સાથે 74.34 રૂપિયાના સ્તરે બંધ થયો.
- શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયો 13 પૈસાની કમજોરી સાથે 74.14 રૂપિયાના સ્તરે બંધ થયો.
- ગુરુવારે ડોલરના મુકાબલે રૂપિયો 9 પૈસાની મજબૂતી સાથે 74.29 રૂપિયાના સ્તરે બંધ થયો.

રૂપિયો કમજોર કે મજબૂત થવાનું કારણ જાણો
રૂપિયાની કિંમત આની ડોલરની સરખામણીએ માંગ અને આપૂર્તિથી નક્કી થાય છે. દેશના આયાત અને નિકાસની અસર પણ તેના પર પડે છે. દરેક દેશ પોતાના વિદેશી મુદ્રા ભંડાર રાખે છે. જેનાથી દેશના આયાત થવતા સામાનોની ચૂકવણી કરે છે. દરેક અઠવાડિયે રિઝર્વ બેંક આ સાથે જોડાયેલા આંકડાઓ જાહેર કરે છે. વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ શું છે, અને તે દરમિયાન દેશમાં ડોલરની માંગ શું છે, તેનાથી પણ રૂપિયાની કમજોરી કે મજબૂતી નક્કી થાય છે.

ડોલર મોંઘો થતાં તમારા પર કેટલી અસર થશે
દેશમાં આપણી જરૂરિયાતના 80 ટકા ઓઈલની આયાત કરવી પડે છે. જેમાં ભારતે અઢળક ડોલર ખર્ચ કરવા પડે છે. જે દેશના વિદેશી મુદ્રા ભંડાર પણ દબાણ બને છે, જેની અસર રૂપિયાની કિંમત પર પડે છે. જો ડોલર મોંઘો થશે, તો આપણે વધુ કિંમત ચૂકવવી પડે છે, અને જો ડોલર સસ્તો થાય તો આપણને મોંઘવારીમાં થોડી રાહત મળી જાય છે.