રૂપિયો ફરી તૂટ્યો, ગયો 65ને પાર
મુંબઇ, 27 ઑગસ્ટઃ રૂપિયાની શરૂઆત ફરી એકવાર જોરદાર નબળાઇ સાથે થઇ. અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયામાં 70 સુધીની નરમાઇ આવતા તે 65ના સ્તર પર ખુલ્યો. ડોલરની તુલનામાં રૂપિયો 1.64 સુધી તૂટ્યો છે અને તેની સપાટી 65.70 સુધી પહોંચી ગઇ હતી. સોમવારે ડોલરની સરખામણીએ રૂપિયો 64.30ના સ્તર પર બંધ થયો હતો. મંગળવારે રૂપિયો તૂટીને 66.06 સુધી પહોંચી ગયો છે.
રૂપિયામાં નરમાઇનો દોર મંગળવારે પણ જારી રહ્યો છે. ડોલરની સામે રૂપિયો 65.70 સુધી પહોંચી ગયો. જેની અસર શેર બજાર પર પણ પડી છે. સેન્સેક્સમાં 500 પોઇન્ટ્સથી વધુનો કડાકો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 2 ટકાનો કડાકો નોંધયો છે.













Click it and Unblock the Notifications
