For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ખાતાધારકો સાવધાનઃ આ 5 ભૂલ કરી તો ખાતું થઈ જશે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ

જો તમારું બેન્ક અકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં છે તો ભૂલથી પણ આ ભૂલ ન કરો.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જો તમારું બેન્ક અકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં છે તો ભૂલથી પણ આ ભૂલ ન કરો. ખુદ SBIએ ટ્વીટ કરીને પોતાના ખાતાધારકોને એલર્ટ કર્યા છે. SBI ટ્વીટ કરીને કહ્યું છે કે જો તમે આ ભૂલ કરી તો તમારા ખાતામાંથઈ પૈસા ગાયબ થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઓનલાઈન બેન્કિંગ ફ્રોડના કિસ્સા વધ્યા છે. તાજેતરમાં જ હેકર્સે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ડેટા હેક કરીને કૉસમૉસ બેન્કના 90 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આવામાં SBIએ પોતાના ગ્રાહકો માટે એડવાઈઝરી જાહેર કરીને ઓનલાઈન ફ્રોડથી બચવાની રીત બતાવી છે.

ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચશો?

ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચશો?

SBIએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે બેન્ક ક્યારેય કોઈ ગ્રાહકની ખાનગી માહિતી નથી માગતી. બેન્ક ક્યારેય ખાતાધારકનું યુઝર આઈડી, પીન, પાસવર્ડ, સીવીસ, ઓટીપી, વીપીએ નથી પુછતું. જો તમારા પર કોઈ ફોન આવે અને તમારી પાસે આ માહિતી માગવામાં આવે તો ભૂલથી પણ આ માહિતી ન આપતા.

SBIના ખાતાધારકો ધ્યાન આપે

SBIના ખાતાધારકો ધ્યાન આપે

SBIએ કહ્યું છે કે ક્યારેય પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે પબ્લિક પ્લેસ એટલે કે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ જેવી જગ્યાએ ન કરો. ક્યારેય ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરીને પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ન કરો.

SBI યુઝર્સ આ વાતનું રાખો ધ્યાન

SBI યુઝર્સ આ વાતનું રાખો ધ્યાન

SBI ખાતાધારકોએ ક્યારેય પોતાના બેન્ક અકાઉન્ટની ડિટેઈલ પોતાના મોબાઈલમાં સેવ ન રાખવી જોઈએ. બેન્કે લોકોને સલાહ આપી છે કે બેન્ક ખાતાની માહિતી, એટીએમ કે પિન કે પછી નેટ બેન્કિંગની માહિતી પોતાના ફોન કે કાગળ પર પર ન રાખો.

બીજાને ન આપો એટીએમ કાર્ડ

બીજાને ન આપો એટીએમ કાર્ડ

SBIએ કહ્યું છે કે ગ્રાહકોએ ક્યારેય પોતાનું એટીએમ કે ક્રેડિટ કાર્ડ અન્ય વ્યક્તિને ન આપવું જોઈએ, ન તો ક્યારેય કાર્ડ વિશેની માહિતી શેર કરવી જોઈએ. ક્યારેય શોપિંગ મૉલ કે દુકાનમાં શોપિંગ દરમિયાન ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો તો દુકાનદાર તમારી સામે જ કાર્ડ સ્વાઈપ કરે તેનું ધ્યાન રાખો. જેથી તમારા કાર્ડનું ક્લોન તૈયાર ન કરી શકાય.

બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની ખાનગી માહિતી

બેન્કિંગ ટ્રાન્ઝેક્શનની ખાનગી માહિતી

તમને જણાવી દઈએ કે એસબીઆઈએ પોતાના ખાતાધારકોને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર ન કરવા માટે પણ કહ્યું છે. આમ કરવાથી તમે હેકર્સની નજરમાં આવી જાવ છો.

English summary
sbi announce advisary for account holders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X