For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ની બમ્પર ઓફર, હોમ લોન લેનારાઓને મળશે 2.67 લાખ રૂપિયાની છૂટ

દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઘર ખરીદનારાઓને બમ્પર ભેટ આપી છે. પ્રથમ વખત, બેંકે ઘર ખરીદનારાઓ માટે બમ્પર ઓફર રજૂ કરી છે

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઘર ખરીદનારાઓને બમ્પર ભેટ આપી છે. પ્રથમ વખત, બેંકે ઘર ખરીદનારાઓ માટે બમ્પર ઓફર રજૂ કરી છે, જેના હેઠળ હોમ લોન પર 2.67 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવા વિશે વાત કરવામાં આવી છે. આ ડિસ્કાઉન્ટ સબસિડી તરીકે આપવામાં આવશે. એસબીઆઇએ આ ઓફરની શરૂઆત 'આપણા સપનાઓનું ઘર થઇ શકે છે' ટેગલાઇન સાથે કરી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે આ સુવિધાનો લાભ કેવી રીતે લઈ શકો છો.

આ પણ વાંચો: ICICI ની ચેતવણી! આ બેંક એકાઉન્ટ માટે મોટો ખતરો, જલ્દીથી આ કામ પતાવી લો

એસબીઆઈની ઓફર શું છે

એસબીઆઈની ઓફર શું છે

દેશની સૌથી મોટી સરકારી બેંકે લોકોને પહેલી વખત ઘર ખરીદનારા લોકોને મોટી ભેટ આપી છે. વડા પ્રધાનની હાઉસિંગ સ્કીમ (PMAY) હેઠળ 2.67 લાખ રૂપિયાની સબસિડી આપવાનું નક્કી કર્યું છે. તમારી હોમ લોન પર થતાં વ્યાજ પર આ 2.67 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. એસબીઆઈની આ ઓફર હેઠળ, તમારે હોમ લોન પર લાગતા વ્યાજમાંથી 2.67 લાખ રૂપિયા વ્યાજ ચૂકવવાની જરૂર નથી.

ફાયદા શું છે

ફાયદા શું છે

SBI ની આ ઓફરથી તમારે હોમ લોનની વ્યાજ રકમમાં તમને 2.67 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. હોમ લોનમાં ડિસ્કાઉન્ટ સાથે બેંકે વધુ આકર્ષક ઓફર રજુ કરી છે. આ હેઠળ, હોમ લોન પર ટેકઓવર લેનારાઓ પાસેથી એસબીઆઈ કોઈ પ્રોસેસિંગ ફી લેશે નહીં. એટલું જ નહીં, એસબીઆઇએ લોકોને બ્રિજ હોમ લોનની મદદથી તેમના ઘરનું રિનોવેશન કરાવાની તક આપી છે. હોમ લોન પર ટૉપ અપ લોનની સુવિધા પણ મળી રહી છે. એટલું જ નહીં, એસબીઆઈ ટૂંક સમયમાં તેના ગ્રાહકોને જલ્દી લોન પુરી કરવા માટે પ્રી-પેમેન્ટ સુવિધા પણ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

કોને મળશે કેટલી સબસિડી

કોને મળશે કેટલી સબસિડી

PMAY એટલે કેપ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હોમ લોનમાં સબસિડીને 3 લાખ રૂપિયા સુધી આવક ધરાવતા આર્થિક રૂપથી નબળા જૂથો અને 6 લાખ રૂપિયા સુધી આવક ધરાવતા ઓછી આવક વાળા લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ સબસીડી માટે બે નવા સ્લેબ તૈયાર કર્યા પછી આ અવકાશમાં 12 થી 18 લાખ રૂપિયા સુધી કમાણી કરનારા લોકો પણ સામેલ થઇ જશે.

English summary
SBI Bumper Offers: State bank of India 2.67 lakh Rupee Subsidy For First Time Home Buyers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X