For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICICI ની ચેતવણી! આ બેંક એકાઉન્ટ માટે મોટો ખતરો, જલ્દીથી આ કામ પતાવી લો

જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી ખાનગી બેંક ICICI માં છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. બેંકે ખાતાધારકોને ટ્વિટ કરીને ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી ખાનગી બેંક ICICI માં છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. બેંકે ખાતાધારકોને ટ્વિટ કરીને ચેતવણી આપી છે. બેંકે ડોરમેન્ટ એકાઉન્ટ ધારકોને ફ્રોડથી બચવાની સલાહ આપી છે. ICICI બેંકે ગ્રાહકોને ટ્વિટર એકાઉન્ટ દ્વારા ચેતવણી આપી હતી કે, કઈ રીતે ડોરમેન્ટ બેન્ક એકાઉન્ટ ( Dormant Bank Account) ને લઈને મોટો ફ્રોડ થઇ શકે છે.

આ પણ વાંચો: SBI એકાઉન્ટ ધારક ધ્યાન આપો! સેવિંગ એકાઉન્ટના નિયમો 1 મેના રોજ બદલાઈ જશે

ICICI બેંકે ચેતવણી આપી

ICICI બેંકે ચેતવણી આપી

ICICI બેંકે Dormant Bank Account દ્વારા બેન્કિંગ ફ્રોડ વિશે ચેતવણી આપી છે. બેંકે કહ્યું કે આ દ્વારા ફિશિંગ સ્કેમનો ડર છે. બેંકે આ એકાઉન્ટ્સ દ્વારા ગેરકાયદેસર વ્યવહારોની તરફ ઈશારો કર્યો છે. બેંક કહે છે કે આ પ્રકારના બેંક ખાતાઓ પર આતંકવાદીઓની નજર હોય છે. આ અત્યંત જોખમી બની શકે છે.

ડોરમેન્ટ કેટેગરી શું છે

ડોરમેન્ટ કેટેગરી શું છે

જો તમે 24 મહિના માટે કોઈ બેંક એકાઉન્ટનો ઉપયોગ ન કરો તો તે પ્રથમ ઇનઓપરેટિવ થાય છે અને પછી તે ડોમેન્ટ કેટેગરીમાં જાય છે. જો તમે 1 વર્ષ સુધી તમારા બેંક ખાતામાંથી કોઈ વ્યવહારો નથી કરતા, તો તે 'ઇનઓપરેટિવ' એકાઉન્ટ માં જતું રહે છે. આ કરવું એટલા માટે આવશ્યક છે જેથી તેઓને કોઈપણ ફ્રોડથી બચાવી શકાય.

શું ન કરવું

શું ન કરવું

બેંક પ્રથમ ખાતાધારકને ઇનઓપરેટિવ બેંક એકાઉન્ટ્સ વિશે માહિતી આપે છે, પરંતુ જ્યારે બેંકમાંથી માહિતી આપવા છતાં તે ખાતાઓમાં કોઈ ટ્રાન્ઝેક્શન થતું નથી, તો 24 મહિનાથી વધુ પસાર થયા પછી, તે એકાઉન્ટ ડોરમેન્ટ એકાઉન્ટ બનાવવામાં આવે છે. બેંક અનુસાર, ડોરમેન્ટ ખાતામાં છેતરપિંડીની વધુ સંભાવના છે. ડોરમેન્ટમાં એકાઉન્ટ ગયા પછી, તમે એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા ફોન બેન્કિંગ દ્વારા તે એકાઉન્ટથી ટ્રાંઝેક્શન કરી શકશો નહીં. ડોરમેન્ટ એકાઉન્ટ ફરીથી શરૂ કરવા માટે, તમારે બેંકમાં જઈને અરજી આપવી પડશે. પછી જ એકાઉન્ટ ફરીથી પ્રારંભ થશે. બેંકોની સલાહ હોય છે કે જો તમે હવે કોઈ બેંક એકાઉન્ટનો ઉપયોગ ન કરતા હોવ તો, તો તે વધુ સારું રહેશે કે તમે તેને બંધ કરી દો.

English summary
ICICI Bank Alert! Bank dormant account is at a higher risk of fraud
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X