Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડૂબવાની કગાર પર છે યસ બેંક, મદદ માટે SBIએ હાથ લંબાવ્યા

ડૂબવાની કગાર પર છે યસ બેંક, મદદ માટે SBIએ હાથ લંબાવ્યા

નવી દિલ્હીઃ યસ બેંકને લઈ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ મોટો ફેસલો લીધો છે. આરબીઆઈએ યસ બેંક પાસેથી પૈસા કાઢવાને લઈ કેટલાય પ્રતિબંધો લગાવી દીધા છે. યસ બેંકમાં જે લોકોના ખાતાં છે તેઓ 3 એપ્રિલ 2020 સુધી બેંકથી 50,000 રૂપિયાથી વધુ રૂપિયા નિકાળી શકતા નથી. સાથે જ આરબીઆઈએ યસ બેંકના બોર્ડને પણ સસ્પેન્ડ કરી દીધા છે. આરબીઆઈએ બેંકના સંચાલન માટે એસબીઆઈના પૂર્વ સીએફઓ પ્રશાંત કુમારને પ્રશાસક નિયુક્ત કર્યા છે. આ દરમિયાન રોકડની સમસ્યાનો સામનો કરી રહેલ યશ બેંકમાં રોકાણ માટે સ્ટેટ બેંક ઈન્ડિયાએ પોતાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા અને એલઆઈસી બંનેએ જ યસ બેંકમાં સામૂહિક રૂપે 49 ટકા શેર હાંસલ કરવાની વાત કહી છે.

રોકાણ શોધી રહી છે બેંક

રોકાણ શોધી રહી છે બેંક

સ્ટેટ બેંક તરફથી આ ફેસલો ત્યારે લેવામાં આવ્યો જ્યારે આરબીઆઈએ આના પર કેટલાય પ્રતિબંધ લગાવી દીધા. અગાઉ યસ બેંકના મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ તમામ રોકાણકારો સાથે વાત કરી રહ્યા છે અને જલદી જ તેમને સફળતા મળવાની ઉમ્મીદ છે. આ દરમિયાન રોકડની સમસ્યાનો સામનો કરી રહેલ યસ બેંકની મદદ માટે સ્ટેટ બેંક આગળ આવી અને તેણે યસ બેંકમાં રોકાણ માટે સૈદ્ધાંતિક સ્વીકૃતિ આપી દીધી. જ્યારે આરબીઆઈના પ્રતિબંધ બાદથી જ યસ બેંકના ગ્રાહકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોને મુશ્કેલી થઈ રહી છે

લોકોને મુશ્કેલી થઈ રહી છે

આરબીઆઈના પ્રતિબંધની જાણકારી મળતાં જ બેંકના ગ્રાહક પૈસા કાઢવા માટે એટીએમ પહોંચી ગયા. એક ગ્રાહકે જણાવ્યું કે અમને આ વાતની જાણકારી પણ આપવામાં આવી નથી. અમે પૈસા કાઢવા માંગતા હતા, પરંતુ એટીએમમાં રોકડ ખતમ થઈ ગઈ કેમ કે મોટી સંખ્યામા લોકો એટીએમથી પૈસા કાઢે છે. અમે ઘણા મુશ્કેલીમાં છીએ, હોળી નજીક છે. ઉલ્લેખનીય છે કે યસ બેંકનું એનપીએ વધુ હોવાના કારણે બેંક પાસે રોકડની કમી આવી છે. માટે બેંક રોકડ એકઠી કરવાની કોશિશમાં છે. 2004માં શરૂ થયેલ યસ બેંક પાસે પાછલા વર્ષે જૂન સુધી 3,71,160 કરોડ રૂપિયાની સંપત્તિ હતી.

629 રૂપિયાનું નુકસાન થયું હતું

629 રૂપિયાનું નુકસાન થયું હતું

જણાવી દઈએ કે રોકડની સમસ્યાનો સામનો કરી રહેલ યસ બેંકને પાછલા વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 629 કરોડનું નુકસાન થયું હતું. જે બાદ ડિસેમ્બરના ક્વાર્ટરને બેંકે ટાળી દીધું અને કહ્યું કે 14 માર્ચે રિજલ્ટ જાહેર કરવામાં આવશે. પાછલા એક વર્ષથી બેંક નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. બેંક મેનેજમેન્ટે સપ્ટેમ્બર 2019માં 14000 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના વિશે જણાવ્યું હતું. બેંકના શેરની પ્રાઈસ ઓગસ્ટ 2018માં 400 રૂપિયા હથી, હાલ 37.20 રૂપિયા છે. બેંકની માર્કેટ કેપ 9398.49 કરોડ રૂપિયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X