સુપ્રીમ કોર્ટે પેટન્ટ મુદ્દે નોવાર્ટિસની અરજી નકારી

novartis
નવી દિલ્હી, 1 એપ્રિલ : ભારતની સુપ્રીમ કોર્ટે સ્વિસ દવા કંપની નોવોર્ટિસ સાથે સંકળાયેલા પેટન્ટના મામલામાં પોતાનો ચૂકોદો સંભળાવી દીધો છે. આ ચૂકાદો કંપનીની તરફેણમાં આવ્યો નથી. અનેક લોકોનું માનવું છે કે આ નિર્ણયની અસર અનેક ગરીબ દેશોમાં સસ્તી દવાઓ પર પડી શકે છે.

નોવાર્ટિસની ઇચ્છા હતી કે કેન્સરની દવાના એક નવી સંસ્કરણ (ગ્લિવેક) માટે તેને પેટન્ટ આપવામાં આવે. આ મુદ્દે ભારતીય અધિકારીઓએ એમ કહીને કંપનીને પેટન્ટ આપવાની ના કહી હતી કે તેનું નવું સંસ્કરણ કંપનીની દવાથી ખાસ અલગ નથી. મેડિકલ ક્ષેત્રમાં કામ કરનારી સંસ્થાઓનું કહેવું છે કે જો નોવાર્ટિસ આ કેસ જીતી ગઇ હોત તો તેના પરિણામો ગંભીર આવી શકત.

આ મુદ્દે વકીલ પ્રતિભાસિંહનું કહેવું છે કે આ ચૂકાદાનો નિર્ણય એ છે કે પેટન્ટ અસલી આવિષ્કારને જ મળશે અને થોડો ફેરફાર કરવાથી નહીં મળે. આવી સ્થિતિમાં જો મુખ્ય મોલેક્યુલને પેટન્ટ નથી મળતી તો આ દવાઓ ભારતીય કંપનીઓ પણ બનાવી શકશે.

વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે જણાવ્યું છે કે સેક્શન 3 ડી અંતર્ગત એવી જોગવાઇ છે કે દવાઓને વારંવાર પેટન્ટ નહીં મળે અને તે યોગ્ય પણ છે. ગ્લિવેકનો ઉપયોગ લ્યુકેમિયા અને અન્ય કેન્સરના ઇલાજમાં થાય છે. તેની કિંમત અંદાજે 2600 ડૉલર એટલે કે અંદાજે રૂપિયા 1 લાખ 30 હજાર પ્રતિ મહિનો છે.

ભારતમાં તેનું જેનરિક સંસ્કરણ અંદાજે 9,000 રૂપિયામાં જ મળે છે. નોવાર્ટિસે પોતાની દવાની પેટન્ટ માટે વર્ષ 2006માં અરજી કરી હતી. તેનું કહેવું હતું કે આ દવા સરળતાથી શરીરમાં જાય છે આ કારણે તેને પેટન્ટ મળવી જોઇએ. પશ્ચિમી દવા કંપની કહેતી આવી છે કે જો એસસીએ નોવાર્ટિસની વિરુદ્ધ નિર્ણય આપ્યો તો તેનાથી સંશોધનમાં નાણા રોકનારાઓને મોટી ઠેસ પહોંચશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X