For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજારમાં બજેટની તેજી; સેન્સેક્સ - નિફ્ટી ઐતિહાસિક સપાટીએ બંધ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 7 જુલાઇ : દેશમાં છવાયેલો નરેન્દ્ર મોદી બજેટનો રંગ શેરબજાર પર જોવા મળી રહ્યો છો. જેના કારણે છેલ્લા ઘણા દિવસોની જેમ આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. તેજીને પગલે આજે શેર બજારના બંને સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યા હતા.

આજે બજારમાં ખાસ કરીને IT, ટેકનો તેમજ પાવર શેરોમાં ધૂમ ખરીદી જોવા મળી હતી. જેના પગલે સવારમાં જ બીએસઇના સેન્સેક્સે 26,000ની સપાટી વટાવી દીધી હતી. આ સાથે એનએસઇના નિફ્ટીમાં પણ તેજી જોવા મળી હતી.

આજે દિવસ દરમિયાનના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ આજે અનુક્રમે 26123.55 અને 7,792.00 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.

bse-sensex

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 26123.55 અને નીચામાં 25992.73 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 138.02 પોઈન્ટ ઉછળીને 26100.08 પોઈન્ટની વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,792.00 અને પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 35.55 પોઈન્ટ વધીને 7,787.15 પોઈન્ટની વિક્રમ સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.12 ટકા અને 0.60 ટકા વધીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE IT ઈન્ડેક્સ 2.63 ટકા , BSE ટેકનો ઈન્ડેક્સ 2.16 ટકા અને BSE પાવર ઈન્ડેક્સ 1.12 ટકા વધ્યા હતા જ્યારે BSE બેન્કેક્સ 1.21 ટકા , BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 0.91 ટકા તેમજ BSE રિયલ્ટી ઈન્ડેક્સ 0.14 ટકા ઘટ્યા હતા.

આજે સવારે શેરબજાર વધીને ખૂલ્યું હતું. ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં BSE સેન્સેક્સ 89.52 પોઈન્ટ ઉછળીને 26051.58 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 26.85 પોઈન્ટ વધીને 7,778.45 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

English summary
Sensex clossed today at all time high 26100 level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X