કોરોના વાયરસનો શેરબજાર પર કહેર, 1100થી વધુ પોઈન્ટનો કડાકો, નિફ્ટીમાં પણ ઘટાડો
શુક્રવારે શેર બજાર ભારે કડાકા સાથે ખુલ્યો છે. શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલવાનુ કારણ દુનિયાભરમાં ફેલાઈ રહેલો કોરોના વાયરસ છે.
શુક્રવારે શેર બજાર ભારે કડાકા સાથે ખુલ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 1,125.83 પોઈન્ટ ઘટીને 38,619.83ના સ્તરે પહોંચી ગયો છે. વળી, નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 355.70 પોઈન્ટ ગગડીને 11,277.60ના સ્તરે બિઝનેસ કરી રહ્યો છે. શેર બજાર ભારે ઘટાડા સાથે ખુલવાનુ કારણ દુનિયાભરમાં ફેલાઈ રહેલો કોરોના વાયરસ છે.

કોરોના વાયરસ ચીનના વુહાન શહેરથી ફેલાવાનુ શરૂ થયુ હતુ અને હવે દુનિયાના લગભગ 40 દેશ આની ચપેટમાં આવી ગયા છે. ચીન ઉપરાંત વાયરસ સૌથી વધુ દક્ષિણ કોરિયા, ઈરાન અને ઈટલીમાં ફેલાઈ રહ્યો છે. ઘણી દેશોએ સાવચેતી રૂપે પોતાની સીમાઓ બંધ કરી દીધી છે. ચીનમાં વાયરસ ફેલાવાના કારણે વૈશ્વિક બજારમાં ઘટાડો યથાવત છે. આના કારણે રોકાણકારો શેર બજારમાં પૈસા નથી લગાવી રહ્યા.
અમેરિકાના શેર બજારમાં પણ ઘટાડો
સતત છ દિવસથી બજારમાં ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. અમરેકાનુ શેર માર્કેટ 2008 બાદ સૌથી નીચા સ્તરે પહોંચી ગયુ છે. ડાઉ જોંસમાં એક દિવસમાં જ સૌથી મોટો 1191 પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયા, ઈટલી અને ઈરાનમાં પણ આ વાયરસનો પ્રભાવ જોવામાં આવ્યો છે જેના કારણે અહીંનુ શેર બજાર પણ પ્રભાવિત થઈ રહ્યુ છે. અમેરિકી અર્થવ્યસ્થા પર પણ વાયરસનો પ્રભાવ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ડૉલરના મુકાબલે 71.94ના સ્તરે ખુલ્યો રૂપિયો
ડૉલરના મુકાબલે આજે રૂપિયામાં પણ ભારે કડાકો જોવા મળ્યો. આજે રૂપિયા 33 પૈસાના ઘટાડા બાદ 71.94ના સ્તરે ખુલ્યો છે. વળી, કંપનીના શેરોની વાત કરીએ તો આજે બધી કંપનીઓના શેર લાલ નિશાન પર ખુલ્યા. સૌથી વધુ ઘટાડાવાળા શેરોમાં ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, યસ બેંક, જેએસડબ્લ્યુ સ્ટીલ, વેદાંતા લિમિટેડ, ટાટા સ્ટીલ, ગેલ, ઈંફ્રાટોલ અને ઓએનજીસી શામેલ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
