Share Market: ઑલ ટાઈમ હાઈ પર પહોંચ્યો નિફ્ટી, સેંસેક્સ 60,227.88 પોઈન્ટને પાર
વૈશ્વિક બજારમાં આવેલી સકારાત્મક તેજીની અસર બજાર પર જોવા મળી રહી છે. શેર બજારમાં સપ્તાહના પહેલા જ દિવસે તેજીની અસર જોવા મળી છે.
નવી દિલ્લીઃ વૈશ્વિક બજારમાં આવેલી સકારાત્મક તેજીની અસર બજાર પર જોવા મળી રહી છે. શેર બજારમાં સપ્તાહના પહેલા જ દિવસે તેજીની અસર જોવા મળી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેર નવા રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા. વળી, નિફ્ટી ઑલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયુ છે. વળી, એચડીએફસી બેંક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને કોટક બેંકના શેરોમાં આવેલી જબરદસ્ત તેજીના કારણે સોમવારે સેંસેક્સ શરૂઆતના 100 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યા બાદ તેજી તરફ વધવા લાગ્યુ અને 100.22 પોઈન્ટ વધીને 60159.28 સુધી પહોંચી ગયુ. આ રીતે નિફ્ટી 52.05 પોઈન્ટ કે 0.29 ટકા વધીને 17,947.25 સુધી પહોંચી ગયુ.

સેંસેક્સમાં મારુતિના શેરોમાં સૌથી વધુ ત્રણ ટકાથી વધુની તેજી જોવા મળી. ત્યારબાદ એનટીપીસી, પાવરગ્રિડ, કોટક બેંક, બજાજ ફિનસર્વ અને બજાજ ઑટોનુ સ્થાન રહ્યુ. બીજી તરફ ટીસીએસને છ ટકા ઘટાડા સાથે સૌથી વધુ નુકશાન થયુ. કંપનીના બીજા ત્રીમાસિકનુ રાજસ્વ અપેક્ષા કરતા ઓછુ રહ્યા બાદ આમ થયુ. ટીસીએસની જેમ જ સેંસેક્સમાં બધી આઈટી કંપનીઓના શેર નુકશાન સાથે વેપાર કરી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
