For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014માં સેન્સેક્સ 6000 પોઇન્ટ વધ્યો, છેલ્લા 5 વર્ષમાં બેસ્ટ પરફોર્મન્સ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 25 ડિસેમ્બર : નવી સરકારની આશાઓની પાંખે શેરબજારનો સૂચકઆંક સેન્સેક્સ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી સારો દેખાવ કરીને વર્ષ 2014માં 6000થી વધારે પોઇન્ટ જેટલો વધ્યો હતો. સેન્સેક્સમાં અગ્રણી શેર્સની કિંમતોમાં આવેલા ઉછાળાને પગલે બજારમાં રોકાણ કરનારાઓની સંપત્તિ ઇતિહાસમાં પહેલીવાર 1,00,000 અબજ રૂપિયાને પાર કરી ગઇ છે.

હવે વર્ષને પૂરું થવામાં માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે. શેરબજારમાં પણ ચાર સેશન રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સ 29 ટકા અથવા 6,038 પોઇન્ટ વધી ચૂક્યો છે.

market-bull-1

વર્ષ 2009 બાદ આ બીજો સૌથી મોટો વાર્ષિક વધારો છે. તે વર્ષે તે 7,817 અંક વધ્યો હતો. સેન્સેક્સ વર્ષ સમાપ્ત થવા સુધી જો 6,500 અંકથી વધારેની વાર્ષિક વૃદ્ધિ નોંધાવવામાં સફળ થશે તો તે વર્ષ 2007 બાદનો સર્વાધિક વધારો હશે.

જો ટકાવારીની રીતે જોઇએ તો પણ આ વર્ષનો સેન્સેક્સનો વધારો (81 ટકા) વર્ષ 2009 બાદ સર્વાધિક હશે. બજારના પ્રતિસ્પર્ધીઓને આશા છે કે વર્ષ 2015 પણ શેરબજાર માટે જોરદાર સાબિત થશે. કારણ કે આવનારા સમયમાં ભારતીય બજારની સમક્ષ કોઇ નકારાત્મક સંકેતો નથી. આ ઉપરાંત એફઆઇઆઇ સ્થાનિક શેરમાં વધારે રોકાણ કરી શકે એમ છે.

English summary
Sensex rise over 6000 points in 2014; best performance in 5 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X